જેતપુરના દેવકી ગાલોળમાં દીપડાનું બચ્ચુ કૂવામાં પડયું, વન વિભાગે રેસક્યુ કર્યું

રાત્રીના કૂવામાંથી અવાજ આવતા વાડી માલિકે વન વિભાગને જાણ કરી જેતપુરના દેવકી ગાલોળ ગામની સીમમાં ગઈ રાત્રે એક દીપડાનું બચ્ચું ઊંડા કૂવામાં પડી ગયું હતું.…

રાત્રીના કૂવામાંથી અવાજ આવતા વાડી માલિકે વન વિભાગને જાણ કરી

જેતપુરના દેવકી ગાલોળ ગામની સીમમાં ગઈ રાત્રે એક દીપડાનું બચ્ચું ઊંડા કૂવામાં પડી ગયું હતું. વન વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને બચ્ચાને સુરક્ષિત બહાર કાઢ્યું હતું.

આ ઘટના દેવકી ગાલોળ ગામની સીમમાં ખીજડીયાના જૂના માર્ગ પર આવેલી જગદીશભાઈ ડાયાભાઈ ગોડલીયાની વાડીમાં બની હતી. રાત્રિના સમયે કૂવામાંથી અજાણ્યા અવાજો આવતા વાડીના માલિક અને આસપાસના લોકો ત્યાં પહોંચ્યા હતા. તપાસ કરતાં કૂવામાં દીપડાનું બચ્ચું પડ્યું હોવાનું માલુમ પડ્યું હતું. ગ્રામજનોએ તાત્કાલિક જેતપુર વન વિભાગને જાણ કરી હતી.

વન વિભાગની ટીમે ઉચ્ચ અધિકારીઓને જાણ કર્યા બાદ તેમના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યુ ઓપરેશન શરૂૂ કર્યું. કૂવો ઊંડો અને જોખમી હોવાથી બચ્ચાને ઈજા ન થાય તે માટે ખાસ સાવચેતી રાખવામાં આવી હતી. દોરડાની મદદથી એક પાંજરું કૂવામાં ઉતારવામાં આવ્યું હતું.લાંબી જહેમત બાદ દીપડાનું બચ્ચું પાંજરામાં પ્રવેશ્યું, અને વન વિભાગની ટીમે તેને સફળતાપૂર્વક બહાર કાઢ્યું. આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન જોવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઘટનાસ્થળે એકઠા થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *