દિવ્યધામ વલારડી ખાતે શિવકથામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ

જયોતિર્લિંગ, ગંગા આરતી અને ગંગાજળ સન્માન બન્યા આકર્ષણ : લોકડાયરામાં ધૂન-ભજનની રમઝટ રાજકોટ, દિવ્યધામ વલારડી ખાતે સુરાપુરા દાદાની પ્રેરણાથી પૂજ્ય ગિરિબાપુ દ્વારા શકિતના સાનિધ્યમાં ચાલી…

જયોતિર્લિંગ, ગંગા આરતી અને ગંગાજળ સન્માન બન્યા આકર્ષણ : લોકડાયરામાં ધૂન-ભજનની રમઝટ

રાજકોટ, દિવ્યધામ વલારડી ખાતે સુરાપુરા દાદાની પ્રેરણાથી પૂજ્ય ગિરિબાપુ દ્વારા શકિતના સાનિધ્યમાં ચાલી રહેલી શિવકથા ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ઊર્જાનો વિરાટ મહામેળો બની રહી છે. હર હર મહાદેવના ગુંજતા જયઘોષ વચ્ચે દરરોજ હજારો ભક્તો ઉપસ્થિત રહી ભગવાન શિવના મહિમાનું શ્રવણ કરી રહ્યા છે. ગિરિબાપુ પોતાના પ્રભાવશાળી અને સરળ વક્તવ્ય દ્વારા ભગવાન શિવના ત્યાગ, તપ અને કરુણાના તત્વોને જીવન સાથે જોડીને રજૂ કરી રહ્યા છે, જેના કારણે ભક્તોમાં આધ્યાત્મિક જાગૃતિનો માહોલ સર્જાયો છે.
કથાના મુખ્ય આકર્ષણરૂૂપે પટાંગણમાં ભવ્ય 12 જ્યોતિર્લિંગ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ભક્તો દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન કરી આધ્યાત્મિક આનંદ અનુભવી રહ્યા છે. દિવ્યધામ પટાંગણમાં છેલ્લા 2 વર્ષથી સતત યજ્ઞશાળા ચાલી રહી છે, જે સ્થળની ધાર્મિક મહત્તાને વધુ ઉજાગર કરે છે.

કથા દરમિયાન દરરોજ સાંજે પટાંગણમાં ભવ્ય ગંગા આરતીનું આયોજન કરવામાં આવે છે, જેમાં હરિદ્વારનાં પરંપરાગત બ્રાહ્રણો દ્વારા દીપોની ઝળહળાટ અને ભક્તિભાવથી સમગ્ર વાતાવરણ દિવ્ય બની જાય છે. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોનું પરંપરાગત રીતે ગંગાજળથી સન્માન કરવામાં આવે છે, જે કાર્યક્રમને વિશેષ ધાર્મિક ગૌરવ આપે છે.

દરરોજ ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાવપૂર્વક પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. રાત્રિના સમયે ભક્તો માટે વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં લોકપ્રિય લોકડાયરો મુખ્ય આકર્ષણ બની રહ્યો છે. વિશેષ નોંધનીય બાબત એ છે કે દિવ્યધામના નિર્માણ અર્થે ભક્તો યથાશક્તિ દાન આપી પોતાનું યોગદાન આપી રહ્યા છે, જેના કારણે આ પવિત્ર કાર્યમાં સર્વજન સહભાગી બની રહ્યા છે. આ સમગ્ર આયોજનને કારણે દિવ્યધામ ધાર્મિક સાથે સાથે સામાજિક અને સાંસ્કૃતિક એકતાનું કેન્દ્ર બની રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *