માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત વિશાળ બાઇક રેલી યોજાઇ

અકસ્માતોથી બચવા અને ટ્રાફિક નિયમોની જાગૃતિ લાવવા પ્રયાસો, હેડ કવાર્ટરથી પોલીસ કમિશનરે રેલીને ફ્લેગ ઓફ કરાવ્યું રાજય સરકાર દ્વારા જાન્યુઆરી માસને માર્ગ સલામતી માસ તરીકે…

અકસ્માતોથી બચવા અને ટ્રાફિક નિયમોની જાગૃતિ લાવવા પ્રયાસો, હેડ કવાર્ટરથી પોલીસ કમિશનરે રેલીને ફ્લેગ ઓફ કરાવ્યું

રાજય સરકાર દ્વારા જાન્યુઆરી માસને માર્ગ સલામતી માસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હોય જે અંતર્ગત રાજકોટમાં માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત વિશાળ બાઇક સ્કુટર રેલી યોજાઇ હતી. પોલીસ હેડ કવાર્ટરથી પોલીસ કર્મચારીઓ દ્વારા 14 કિલોમીટરની રેલી યોજી બેનરો સાથે ટ્રાફીક નિયમો અંગે જાગૃતિ લાવવા પ્રયાસો કર્યા હતા.
રાજકોટમાં શહેર ટ્રાફીક પોલીસ અને આરટીઓના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી માસની ઉજવણીનો આજથી પ્રારંભ કર્યો હતો. જે અંતર્ગત પોલીસ હેડ કવાર્ટરથી પોલીસ કર્મચારીઓ દ્વારા બાઇક અને સ્કુટર રેલી યોજાઇ હતી જે રેલીનું પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા ફલેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

બાઇક રેલી પોલીસ હેડ કવાર્ટરથી બહુમાળી ભવન, જીલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક, મહીલા કોલેજ અંડરબ્રીજ, કોટેચા ચોક, કેકેવી ચોક, આત્મીય કોલેજ, ક્રિસ્ટલ મોલ, પુસ્કરધામ રોડ, જે.કે. ચોક, આકાશવાણી ચોક, પંચાયત ચોક, ઇન્દીરા સર્કલ, રૈયા ટેલીફોન એકસચેન્જ, રૈયા ચોકડી, હનુમાન મઢી, આમ્રપાલી બ્રીજ, મેયર બંગલો, જુની એનસીસી ચોક થઇ પોલીસ હેડ કવાર્ટર ખાતે પુર્ણ થઇ હતી.રેલી દરમિયાન અક્સ્માતોથી બચવા અને ટ્રાફીક નિયમોની જાગૃતિ લાવવાના બેનરો સાથે લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયાસો કરવાામં આવ્યા હતા.

 

આપણે જ હેલ્મેટના નિયમોનું પાલન નહીં કરીએ તો કેમ ચાલશે: સીપીએ કર્મચારીઓને ખખડાવ્યા
માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત પોલીસ હેડ કવાર્ટર ખાતેથી ટ્રાફીક પોલીસ અને આરટીઓ દ્વારા બાઇક- સ્કુટર રેલી યોજાઇ હતી. જેનું પ્રસ્થાન કરાવવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા પહોંચ્યા હતા ત્યારે અનેક પોલીસ કર્મચારીઓએ હેલ્મેટ પહેર્યું ન હોય જેથી પોલીસ કમિશનરે આપણે જ હેલ્મેટના નિયમોનું પાલન નહીં કરીએ તો કેમ ચાલશે. તેમ જણાવી કર્મચારીઓને ખખડાવ્યા હતા અને ટ્રાફીક નિયમોનું પાલન પોલીસે પણ ફરજીયાત પણે કરવા સુચના આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *