કચ્છમાં રતનાલ નજીક ગોઝારો અકસ્માત, ભુજના નાની-દોહિત્રીનું મોત

રતનાલ બાયપાસ ગોઝારો બન્યો છે તે વચ્ચે આજે સાંજે આ જ બાયપાસના ડિવાઈડર સાથે કાર ટકરાતાં ભુજના ચાકી પરિવારના 60 વર્ષીય પ્રૌઢા યાસ્મીન ઈસ્માઈલ ચાકી…

રતનાલ બાયપાસ ગોઝારો બન્યો છે તે વચ્ચે આજે સાંજે આ જ બાયપાસના ડિવાઈડર સાથે કાર ટકરાતાં ભુજના ચાકી પરિવારના 60 વર્ષીય પ્રૌઢા યાસ્મીન ઈસ્માઈલ ચાકી તેમજ તેમના દોહિત્રી શીફાબેન રમજુ ચાકી (21)નું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અન્ય પાંચને પણ ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે.

આ બનાવ અંગે હતભાગીના પરિજનો અને ભુજની જી. કે. જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં જાહેર થયેલી વિગતો મુજબ ભુજનો ચાકી પરિવાર તેની ઓરા કાર નં. જી.જે.-12- એફએફ-3703 સિનુગ્રાથી ભુજ આવતા હતા ત્યારે સાંજે રતનાલ બાયપાસથી ગામ તરફ જતા રોડ પરના ડિવાઈડર સાથે કાર ટકરાતાં કારનો બુકડો બોલી ગયો હતો.

આ અકસ્માતમાં પ્રૌઢા યાસ્મીન ચાકી અને બાદમાં સારવારમાં દોહિત્રી શીફાબેનનું ગંભીર ઈજાના પગલે મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં ઇસ્માઇલ હાજી ચાકી (60), નસીમાબાઇ રમજુભાઇ ચાકી (41), મોહમદ સાદીક (7), મોહમદ સુનેદ (13) અને આઇશા રમજુ ચાકી (15) ઘાયલ થતાં તમામને સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ અમુકને વધુ સારવાર અર્થે ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *