જૂનાગઢના યુવાને રાજકોટ રિક્ષા રિપેરિંગમાં મૂકી સંબંધીને ત્યાં આરામ કરવા રોકાયો હતો ને શખ્સે રિક્ષા ચોરી કરી
શહેરના ભાવનગર રોડ ચુનારાવાડ પાસેથી જુનાગઢના ચંદુભાઇ રામજીભાઇ શેખાની રૂૂા. 1 લાખની કિમતની રિક્ષા ચોરાઇ ગઇ હતી. તેઓ રિક્ષા રિપેર કરાવવા આવ્યા બાદ આરામ કરવા રોકાયા હતાં ત્યારે કોઇ રિક્ષા હંકારી ગયું હતું.આ ગુનાનો ભેદ થોરાળા પોલીસના ડી. સ્ટાફના હેડકોન્સ. ભરતસિંહ પરમાર અને જયરાજસિંહ કોટીલાની બાતમી પરથી ઉકેલાયો છે. પોલીસે ગંજીવાડા પીટીસીની દિવાલ નજીકથી કશ્યપ રમણીકભાઇ ઝંઝવાડીયા (ઉ.વ.25-રહે. હોસ્પિટલ ચોક પૂલ નીચે ફૂટપાથ પર)ને આ ચોરાઉ રિક્ષા સાથે પકડી લીધો છે.
તપાસમાં ખુલ્યા મુજબ કશ્યપ હાલ રાજકોટમાં ફૂટપાથ પર રહી રખડતું જીવન જીવતો હોઇ તેને ભાડેથી ફેરવવા માટે કોઇ રિક્ષા આપતું ન હોઇ જેથી તેણે ચુનારાવાડ નજીક રિક્ષાચાલક આરામ કરતાં હતાં ત્યારે નજીકમાંથી તેની રિક્ષા ઉઠાવી લીધી હતી. આ રિક્ષાથી તેણે અમુક ભાડા કરી રોકડી પણ કરી લીધી હતી. એ દરમિયાન પીઆઇ એન. જી. વાઘેલા, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી,એએસઆઇ રાજેશભાઇ મેર, કિશોરભાઇ પરમાર, ભરતસિંહ પરમાર, જયદિપસિંહ જાડેજા, નિલેષભાઇ ચોહાણ અને જયરાજસિંહ કોટીલાએ આ કામગીરી કરી હતી.