સિવિલમાં મંદિરની બાજુમાં જ દારૂડિયાઓનો અડ્ડો

સૌરાષ્ટ્રની હબ ગણાતી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દરરોજ હજારો દર્દીઓ સારવાર અર્થે આવી રહ્યાં છે ત્યારે સિવિલ હોસ્પિટલ લુખ્ખા તત્વોનો અડ્ડો બની હોય તેમ લુખ્ખા તત્વો…

સૌરાષ્ટ્રની હબ ગણાતી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દરરોજ હજારો દર્દીઓ સારવાર અર્થે આવી રહ્યાં છે ત્યારે સિવિલ હોસ્પિટલ લુખ્ખા તત્વોનો અડ્ડો બની હોય તેમ લુખ્ખા તત્વો સિવિલ હોસ્પિટલમાં પડયા પાથર્યા રહે છે. એટલું જ નહીં ટ્રોમા સેન્ટર પાછળના વિસ્તારમાં લોકોની અવરજવર ઓછી રહેતી હોવાથી રાત દિવસ દારૂ ઢીંચીને નસેડી શખ્સો ગમે ત્યાં ઢીમ થઈ જતાં હોવાની ઘટના સામે આવી છે. ત્યારે સિવિલ હોસ્પિટલની સુરક્ષા માટે લાખો રૂપિયાના ખર્ચે અપાયેલા સિકયોરિટી કોન્ટ્રાકટરો અને સિકયોરિટીની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યાં છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલ અવારનવાર ચર્ચાના ચકડોળે ચડેલી રહે છે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતાં દર્દી અને તેમના સંબંધીઓના વાહનો, મોબાઈલ અને પર્સની ચોરી થતી હોવાની ઘટનાઓ અવારનવાર પ્રકાશમાં આવે છે. એટલું જ નહીં પરંતુ સિવિલ હોસ્પિટલ કંપાઉન્ડમાં પડયા પાથર્યા રહેતાં શખ્સોને ખસેડવા અનેક વખત પોલીસ દ્વારા પણ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. પરંતુ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાંથી બાળકોની હોસ્પિટલ નવી ઝનાના બિલ્ડીંગમાં શિફટ કરવામાં આવતાં બાળકોની જુની હોસ્પિટલની આસપાસ અને ટ્રોમાં સેન્ટર પાછળ શંકર ભગવાનના જુના મંદિર વિસ્તારમાં લોકોની અવરજવર ઓછી રહેતી હોવાથી લુખ્ખા તત્વો ત્યાં પડયા પાથર્યા રહે છે.

જેના કારણે સારવાર અર્થે આવતાં દર્દીઓના સગા સંબંધીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સિવિલ હોસ્પિટલનું કેમ્પસ નેસડી શખ્સોનો અડીંગો બન્યો હોય તેમ ટ્રોમા સેન્ટર પાછળ નસેડી શખ્સો કોઈ પણ બીક કે શેહશરમ વગર શાંતિથી દારૂ ઢીંચી ત્યાંને ત્યાં ઢીમ થઈ જાય છે. સિવિલ હોસ્પિટલની સુરક્ષા માટે લાખો રૂપિયાના ખર્ચે સિકયોરિટીનો કોન્ટ્રાકટ અપાયો છે. છતાં લુખ્ખા તત્વો સિવિલ હોસ્પિટલમાં પડયા પાથર્યા રહે છે. જેના કારણે દર્દી અને દર્દી સાથે આવતાં સંબંધીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેના કારણે સિકયોરિટીની કામગીરી સામે સવાલ ઉભા થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *