શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગેરકાયદેસર હથિયારો વિરૂૂદ્ધ ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત એક મોટી સફળતા મળી છે. એસ.ઓ.જી.ની ટીમે ભગવતીપરા વિસ્તારમાંથી એક રીઢા ગુનેગારને દેશી બનાવટની પિસ્ટલ અને જીવતા ાર્ટીસ સાથે ઝડપી પાડ્યો છે.પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક તથા ડીસીપી (ક્રાઈમ) જગદીશ બાંગરવા દ્વારા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગેરકાયદેસર હથિયારો રાખનારાઓ વિરૂૂદ્ધ કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. આ સૂચના અન્વયે એસ.ઓ.જી. પી.આઈ. એન.બી.ચૌધરી અને પી.એસ.આઈ. એમ.વી.જાડેજાની રાહબરી હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ ઝાલા અને જયદિપસિંહ ચૌહાણને મળેલી ચોક્કસ બાતમીના આધારે શક્તિ હોટલથી બેડી ચોકડી તરફ જવાના રસ્તેથી આરોપી કિશન દિલુભાઈ બાવડા (ગઢવી) (ઉં.વ. 30, રહે. ખોડિયારનગર મેઈન રોડ, રાજકોટ) ને ઝડપી લેવામાં આવ્યો હતો.એસઓજીની ટીમે આરોપી પાસેથી રૂૂ.10,000 ની કિંમતની એક દેશી બનાવટની પિસ્ટલ, રૂૂ.200 ના બે નંગ જીવતા કાર્ટીસ અને રૂૂ.20,000 ની કિંમતનો એપલ કંપનીનો મોબાઈલ ફોન મળી કુલ રૂૂ.30,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ અને બી.એન.એસ.એસ. ની વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પકડાયેલ આરોપી કિશન ગઢવી રીઢો ગુનેગાર છે અને તેનો મોટો ગુન્હાહિત ઇતિહાસ ધરાવે છે. તેની વિરૂૂદ્ધ અગાઉ રાજકોટ, મોરબી, હળવદ, ટંકારા, જુનાગઢ અને વિસાવદર પોલીસ સ્ટેશનોમાં આર્મ્સ એક્ટ, મારામારી અને ધાક-ધમકી સહિતના આશરે 8 જેટલા ગુન્હાઓ નોંધાઈ ચૂક્યા છે, તેમજ વર્ષ 2021 માં તેની સામે પાસા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ ઈન્સપેક્ટર એન.બી.ચૌધરી તથા પીએસઆઈ એમ.વી.જાડેજા તથા એ.એસ.આઇ. અરૂૂણભાઇ લક્ષમણભાઇ બાંભણીયા , ઉપેન્દ્રસિંહ જયવિરસિંહ ઝાલા, જયદિપસિંહ ખુમાનસિંહ ચૌહાણ , જયપાલસિંહ છત્રપાલસિંહ તથા યશપાલસિંહ પ્રવિણસિંહ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.
