એક દાયકાથી દુબઈમાં એક્સપોર્ટ-ઈમ્પોર્ટ સાથે જોડાયેલા શમીના ખત્રીનો કાલે નિ:શુલ્ક સેમિનાર, દુબઈના એક્ષ્પોમાં જોડાવાની સોનેરી તક
પોતાની પ્રોડક્ટને વૈશ્ર્વિક સ્તરે મુકવા અને ડોલરમાં કમાણી કરવાની આશા તમામ નાના-મોટા ઉત્પાદકો અને આયાત-નિકાસના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં હોય છે. પરંતુ ખોટો ભય અને યોગ્ય માર્ગદર્શનના અભાવે આ વાત મહદઅંશે સંભવ નથી. આવા લોકો માટે યોગ્ય માહિતી અને માર્ગદર્શન આપવાનું આયોજન કાલે સાંજે 5:30થી 6:30 દરમિયાન એન્જિનિયરીંગ એસોસીએશનના હોલ ખાતે કરવામાં આવ્યું છે.
આ અંગે માહિતી આપતા મુળ અમદાવાદના અને છેલ્લા એક દાયકાથી વધુ સમયથી દૂબઈમાં એક્ષ્પોર્ટ-ઈમ્પોર્ટનો વ્યવસાય ચલાવતા શમીના ખત્રીએ જણાવ્યું કે, આગામી સમયમાં અમે દૂબઈ ખાતે નેક્સઝેન એક્ષ્પોનું આયોજન કરવાના છીએ. જેમાં 3 માસ સુધી નાના-મોટા મેન્યુફેક્ચર, ટ્રેડરો, એક્ષપોર્ટના વ્યવસાયિકો પોતાની પ્રોડક્ટ મુકીને વિશ્ર્વ બજારમાં વહેંચવાની તક મેળવી શકશે.
શમીના ખત્રીએ ગુજરાત મિરરને વિશેષમાં જણાવ્યું કે આ એક્ષ્પોના માધ્યમથી આવા તમામ લોકોને દૂબઈમાં ઓફિસ, સ્ટાફ વગર ધંધાની તક મળશે. સાથોસાથ બયર-સેલર મીટ પણ યોજી શકાશે. આ તમામ તક કોઈ જ ભેદભાવ વગર તમામને મળશે.
દૂબઈના એક્ષ્પો સહિત અન્ય બાબતોની માહિતી-માર્ગદર્શન કાલના ફ્રિ સેમિનારમાં આપવામાં આવશે. આ સેમિનારમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, રાજકોટ એન્જિનિયરીંગ એસોસીએશન વગેરે દ્વારા સહયોગ આપવામાં આવ્યો હોવાનું અંતમાં જણાવ્યું હતું.
