વોર્ડ નં.15માં કોંગ્રેસ આપને દ્વાર અંતર્ગત ભવ્ય લોક સંપર્ક યોજાયો

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ અને વોર્ડ નં. 15 ના પ્રમુખ આરીફભાઈ ધોણીયા ના આયોજનથી દૂધ સાગર રોડ વિસ્તારમાં ‘કોંગ્રેસ…

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ અને વોર્ડ નં. 15 ના પ્રમુખ આરીફભાઈ ધોણીયા ના આયોજનથી દૂધ સાગર રોડ વિસ્તારમાં ‘કોંગ્રેસ આપ ને દ્વાર’ કાર્યક્રમ અંતર્ગત ભવ્ય લોક સંપર્ક યોજાયો હતો. આ તકે વશરામભાઈ સાગઠીયા, કોમલબેન ભારાઈ અને મકબૂલભાઈ દાઉદાની એ જનતા ની વચ્ચે જઈ તેમના પ્રશ્નો સાંભળ્યા હતા.

જનરલ બોર્ડમાં પ્રજાના હક માટે સિંહગર્જના ની આ કાર્યક્રમમાં ખાસ નોંધ લેવાઈ હતી, કે જ્યારે પણ રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળે છે, ત્યારે વોર્ડ નં. 15 ના આ કોર્પોરેટરો પ્રજાના હક માટે સહેજ પણ નમ્યા વગર વિરોધ પક્ષ તરીકે મજબૂત લડત આપે છે. શાસક પક્ષ અને તંત્રની આંખમાં આંખ મિલાવીને પ્રજાના પ્રશ્નોની રજૂઆત કરવી અને વોર્ડ માટે વિકાસના કામો ખેંચી લાવવા એ આ ટીમની ઓળખ બની ગઈ છે.
શહેર પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ હંમેશા છેવાડાના માનવીની પડખે ઉભી છે. લોકો ના પ્રશ્નો માટે અમારી ટીમ કોર્પોરેશનમાં કાયમ આક્રમક રહેશે.

વોર્ડ નંબર 15 ના રહેવાસીઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસના કોર્પોરેટર માત્ર બોર્ડમાં જ નહીં, પણ રોજબરોજ પ્રજાની વચ્ચે રહીને ગટર, પાણી અને રસ્તાની પાયાની સુવિધાઓ નું સ્થળ પર જ નિરાકરણ લાવે છે.દૂધ સાગર રોડના રહીશોએ જણાવ્યું હતું કે, “અમારા કોર્પોરેટરો અમારી શક્તિ છે. તેઓ જનરલ બોર્ડમાં તંત્ર સામે લડે છે અને જમીન પર અમારી સેવા કરે છે.” કોંગ્રેસ આપકે દ્વાર જન સંપર્ક કાર્યક્રમમાં વોર્ડ વાઇસ ઠેર ઠેર લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.અને આવનારા દિવસોમાં લોકોના વિશ્વાસ ને કાયમી રાખી, પ્રજા લક્ષી રાજકોટના પ્રશ્નનો નિરાકરણ કરીશું અને કોર્પોરેશનમાં કુશાસનની જગ્યાએ સુશાસન ની સ્થાપના કરીશું એવું રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું વોર્ડ નંબર 15માં આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજા સહિત જસવંતસિંહ ભટ્ટી, વોર્ડ પ્રમુખ આરીફ ભાઈ ઘોણીયા, મહામંત્રી પ્રવિણભાઇ રોજાસરા, કોર્પોરેટરો મકબુલ ભાઈ દાઉદાણી, કોમલબેન ભારાઈ, તેમજ કાર્યકરો અકબરભાઇ પતાણી, અલતાફ રાઉમા, માવજી ભાઈ મકવાણા, મુકેશભાઈ કોળી, રમેશ ભાઈ ચુડાસમા, મનોજભાઈ મેવાસીયા, જગદીશભાઈ મકવાણા, રમેશભાઈ જાદવ, દીપકભાઈ સાકરીયા, મહંમદ અલી ચાનીયા, ઇમરાન સમા, રામદેવ સિંહ વાઘેલા, ઇમરાન પરમાર, હરેશ ભારાઈ, જયદીપભાઇ મયાત્રા, ખીમજીભાઇ ભાટી, રાહુલ સાકરીયા, અનિલભાઈ ભટ્ટી, ફારૂૂક શાહ સાહમદાર, સબીર ખાન બલોચ (દરબાર), વસીમભાઈ લુવાની, અલી ભાઈ પીનજારા, મહેબુબભાઇ દલવાડી, કુતુબભાઈ લાખાણી, દિલીપભાઈ નકુમ, અજમલભાઈ નકુમ, નિલેશભાઈ દેથરીયા, લલીતભાઈ પરમાર, સોયબ શાહમદાર, રમજાન રાઉમા, ફિરોજ કઇડા, ઇમરાન સુમરા, મંગલભાઈ નકુમ સહિતના આગેવાનો- કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *