દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે, ત્યારે રાજકોટ શહેર 69 વિધાનસભા વિસ્તારની પદયાત્રાનું ભવ્ય આયોજન બહુમાળી ભવન ચોક સરદાર પટેલના સ્ટેચ્યુ ખાતેથી કરવામાં આવ્યું હતું.
ધારાસભ્યો , સાંસદ સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત પદયાત્રાનો પ્રારંભ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ, સરદાર પટેલના સ્ટેચ્યુને ફુલહાર પહેરાવી પએકતાથ ના શપથ સાથે કરવામાં આવ્યો હતો.
સ્ટેજ પર શહેર ભાજપ તેમજ જિલ્લા ભાજપના જુના નેતાઓ ઉમટી પડતા ખુરશીઓ ઘટી પડી હતી. પરિણામે પ્રદેશ પૂર્વ મોરચાના પ્રમુખ પ્રવકતા કોચ તેમજ પુર્વ મેયર રક્ષા બોળીયા માટે તાત્કાલીક ખુરસીઓ શોધવા નીકળવું પડયું હતું.એકતા રેલીમાં ધારાસભ્યો ઉદયભાઇ કાનગડ, રમેશભાઈ ટીલાળા, સાંસદ રામભાઈ મોકરીયા, પૂર્વ ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, અગ્રણીઓ સર્વે માધવભાઈ દવે, મુકેશભાઈ દોશી, કમલેશભાઈ મિરાણી, કશ્યપ શુક્લ, ચંદુભાઈ પટેલ, મનિષભાઈ રાડીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી અનંદું સુરેશ ગોવિંદ, આસિસ્ટન્ટ કલેકટર મહેક જૈન, જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, રાજકોટ શહેર, જિલ્લાના અધિકારીઓ પદાધિકારીઓ સહીત સામાજિક સંસ્થાઓ વિવિધ શાળા કોલેજના છાત્રો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
