જામનગરમાં પ્રેમ લગ્ન બાદ છૂટાછેડા લેનાર યુવતીનો ફાંસો ખાઈ આપઘાત

જામનગરના રામેશ્વર નગર નજીક શક્તિ પાર્ક સોસાયટીમાં એક દુખદ ઘટના સામે આવી છે. શેરી નંબર એકમાં રહેતી 21 વર્ષીય ભૂમિબેન અરવિંદભાઈ મકવાણાએ પોતાના ઘરે પંખાના…

જામનગરના રામેશ્વર નગર નજીક શક્તિ પાર્ક સોસાયટીમાં એક દુખદ ઘટના સામે આવી છે. શેરી નંબર એકમાં રહેતી 21 વર્ષીય ભૂમિબેન અરવિંદભાઈ મકવાણાએ પોતાના ઘરે પંખાના હુકમાં ચૂંદડી બાંધીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે આસપાસના વિસ્તારમાંથી તીવ્ર દુર્ગંધ આવવા લાગી. પાડોશીઓએ મકાનમાં તપાસ કરતાં યુવતીનો મૃતદેહ લટકતી હાલતમાં મળ્યો.

તરત જ પોલીસને જાણ કરવામાં આવી. સીટી બી. ડિવિઝનના પી.એસ.આઇ. ડી.જી. રાજ ઘટનાસ્થળે પહોંચ્યા અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે યુવતીએ થોડા સમય પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. પરંતુ ત્યારબાદ છૂટાછેડા થઈ ગયા હતા અને તે એકલી રહેતી હતી. પોલીસના અનુમાન મુજબ, યુવતીએ બે થી ત્રણ દિવસ પહેલા આત્મહત્યા કરી લીધી હોવાનું માનવામાં આવે છે. પોલીસે આ કેસમાં ઝીણવટભરી તપાસ શરૂૂ કરી છે અને યુવતીએ આવું પગલું શા માટે ભર્યું તેની તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *