ભક્તિનગર પોલીસ સ્ટેશન પાસે યુવતીને ત્રણ શખ્સોએ ઢીકા-પાટુનો માર માર્યો

શહેરમાં કોઠારિયા મેઇન રોડ પર ન્યુ સાગર સોસાયટીમાં રહેતી યુવતી ભક્તિનગર પોલીસ સ્ટેશન પાસે હતી. ત્યારે ત્રણ શખ્સોએ ઝઘડો કરી ઢીકા-પાટુનો માર માર્યો હતો. હુમલામાં…

શહેરમાં કોઠારિયા મેઇન રોડ પર ન્યુ સાગર સોસાયટીમાં રહેતી યુવતી ભક્તિનગર પોલીસ સ્ટેશન પાસે હતી. ત્યારે ત્રણ શખ્સોએ ઝઘડો કરી ઢીકા-પાટુનો માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલી યુવતીને સારવાર માટે ખસેડવામાં આવી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોઠારિયા મેઇન રોડ પર ન્યુ સાગર સોસાયટીમાં રહેતી હિરલબેન જયેશભાઇ ચંદારાણા નામની 19 વર્ષની યુવતી ભક્તિનગર પોલીસ સ્ટેશન પાસે હતી. ત્યારે રાજ મારુ અને કિશન મારુ સહિતના અજાણયા શખ્સોએ ઝઘડો કરી ઢીકા-પાટુનો માર માર્યો હતો. યુવતીને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.

આ ઉપરાંત અન્ય ઘટનામાં જૂદા-જૂદા પાંચ સ્થળે યુવતી સહિત પાંચ લોકોએ જ્વલનશીલ પ્રવાહી પી લીધુ હતું. જેમાં અમરનાથ સોસાયટીમાં અલ્પાબેન ગોસ્વામીએ બીમારીથી કંટાળી ફિનાઇલ, કાન્તાવિકાસ ગૃહ સામે રહેતા મહિપતસિંહ ગંભીરસિંહ વાઘેલા (ઉ.વ.40) એ દારૂના નશામાં ઝેરી ટીકડા ખાઇ લીધા હતા. કાલાવડ રોડ પર ઇસ્ક્રોન મંદિર પાછળ શીવાંગીબેન અમરશીંભાઇ પરમારએ બીમારીની વધુ પડતી દવા, આંબેડકરનગરમાં નરેશ પૂજાભાઇ પરમાર (ઉ.વ.40)એ ગૃહકલેશથી કંટાળી ફિનાઇલ પી અને ગંજીવાડામાં રહેતા યુનુસ ફતેમહમદભાઇ ભાલીયા (ઉ.વ.42) એ દારૂના નશામાં ફિનાઇલ ગટગટાવી લીધુ હતું. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *