પાટડીમાં દુકાનનું શટર ઊંચુ કરી યુવતી 1.55 લાખની રોકડ ચોરી ગઇ

દુકાનદાર બપોરે અડધું શટર બંધ કરી જમવા ગયા હતા પાટડી જૂના બસ સ્ટેન્ડમાં ભાવિક ટેલર્સ એન્ડ શૂટિંગ-શર્ટિંગની દુકાનના માલિક અમિતકુમાર રતિલાલ પરમાર મંગળવાર બપોરે 12.30…

દુકાનદાર બપોરે અડધું શટર બંધ કરી જમવા ગયા હતા

પાટડી જૂના બસ સ્ટેન્ડમાં ભાવિક ટેલર્સ એન્ડ શૂટિંગ-શર્ટિંગની દુકાનના માલિક અમિતકુમાર રતિલાલ પરમાર મંગળવાર બપોરે 12.30 વાગ્યે પોતાની દુકાનનું અડધુ શટર બંધ કરીને ઘેર જમવા માટે ગયા હતા. બપોરે 2.30 વાગ્યે જમીને આવીને દુકાનમાં પ્રવેશ કરતા દુકાનના ગલ્લામાંથી તમામ રોકડ રકમ ગાયબ હતી. આથી એમણે આજુબાજુની દુકાનદારોને પૂછવાની સાથે સઘન તપાસ કરતા કોઈ ભાળ મળી નહોતી.

બાદમાં એમણે દુકાનની અંદર અને બહાર લગાવેલા સીસીટીવી ફૂટેજ જોતા એક અસ્થિર મગજની યુવતી અડધા શટરમાંથી ધોળા દિવસે ભરચક ભીડમાં બિન્દાસ દુકાનમાં પ્રવેશ કરી ગલ્લામાંથી રૂૂ. 1.55 લાખની રોકડ રકમ લઇ આરામથી ત્યાંથી નીકળી ગઈ હતી. આથી દુકાન માલિક અમિતકુમાર રતિલાલ પરમાર પોતાના લાગતા વળગતાઓને લઈને પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પાટડી પોલીસે દુકાન માલિકની ફરિયાદના અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે અસ્થિર મગજની યુવતીને ઝબ્બે કરવાનાં ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *