ગુંદાસરાના યુવાન વિરૂધ્ધ લિવ ઈનમાં રહેતી યુવતીએ ખોટી રજૂઆત કરતા દવા પીધી

ગોંડલના ગુંદાસરા ગામના રહેવાસી આશિષ રેમશભાઈ રામોલિયા(ઉ.32)એ ગંભીર આક્ષેપો સાથે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે.હાલમાં તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ…

ગોંડલના ગુંદાસરા ગામના રહેવાસી આશિષ રેમશભાઈ રામોલિયા(ઉ.32)એ ગંભીર આક્ષેપો સાથે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે.હાલમાં તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જ્યાં તેમણે ભૂતકાળમાં થયેલા હુમલાઓ અને સતત મળી રહેલી ધમકીઓ વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
આશિષ પટેલે આક્ષેપો સાથે જણાવ્યું હતું કે,19 ઓક્ટોબર 2024ના રોજ તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. તેમણે આ ઘટનામાં ધીરજ વાળંદ, કાનો ગોહિલ, મનીષભાઈ ભલસોડ,જયંતિભાઈ બારસિયા અને મયુરભાઈ બારસિયા સામે આક્ષેપ કરતા કહ્યું કે, આ તમામ લોકોએ મળીને નારણકા ચોકડી પાસે સોરઠીયા હનુમાન દાદાના મંદિર પાસે લઈ જઈ તેમને ઢોર માર માર્યો હતો.

પીડિતના જણાવ્યા અનુસાર, છેલ્લા એક મહિનાથી તેમને સતત ધમકીઓ મળી રહી છે અને વારંવાર હુમલા કરવામાં આવે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે,પરમ દિવસે રાત્રે 11:43 કલાકે તેમની ઉપર અલ્ટો કાર ચઢાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.ગઈકાલે પણ કાનો નામનો વ્યક્તિ તેમની પાછળ આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.
આશિષ પટેલે ’ઝલક’ નામની મહિલા સાથેના મૈત્રી કરાર અને ત્યારબાદ છૂટા પડ્યા અંગે પણ વાત કરી હતી.તેમણે આક્ષેપ કર્યો હતો કે, ઉપસરપંચ ઉપર દબાણ લાવીને ગ્રામ પંચાયતમાં તેની વિરુદ્ધ ખોટી રજૂઆતો કરવામાં આવી રહી છે અને તેને ગામમાં રહેવા ન દેવા માટે હેરાન કરવામાં આવી રહ્યો છે.

સતત મળતા માનસિક ત્રાસ અને જાનથી મારી નાખવાના પ્રયાસોથી કંટાળીને આખરે તેમણે આત્મહત્યા જેવું આત્યંતિક પગલું ભરવાનો નિર્ણય કર્યો હોવાનું નિવેદનમાં જણાવ્યું છે.આશિષભાઈને પોતાના ગામમાં કરિયાણાની દુકાન અને શાકનો થડો હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *