Connect with us

ગુજરાત

મોરબી-માળિયા રોડ પરના અકસ્માતમાં ઘવાયેલી સાયલા પંથકની બાળકીનું સારવારમાં મોત

Published

on

માતા-પિતા-બે પુત્રી-1 પુત્રને અકસ્માતમાં થઇ’તી સામાન્ય ઇજા


મોરબી- માળીયા રોડ પર ગત તા.30ના રોજ અજાણ્યા ટેન્કરની હડફેટે ચડેલી બોલેરો ગાડીમાં સવાર સાયલા પંથકના કોળી પરિવારના 5 સભ્યોને નાની મોટી ઇજાઓ થઇ હતી. જેમાં આજે 9 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત થયાનું સિવિલ હોસ્પીટલ પોલીસ ચોકીમાં નોંધાયું હતું.


બનાવની મળતી વિગતો મુજબ સાયલા તાલુકાના ઘાટાડુંગરી ગામના કોળી રોહીતભાઇ ઉધરેજા પોતાના પરિવાર સાથે બોલેરોમાં કચ્છમાં આશાપુરા માતાજીના દર્શને ગત તા.30ના રોજ નિકળ્યા હતા.


ત્યારે સાડાબાર વાગ્યાની આસપાસ માળીયા- મોરબી રોડ પરના બહાદુરગઢના પાટીયા પાસે અજાણ્યા ટેન્કર ચાલકે બોલેરોને હડફેટે લેતા તેમાં બેઠેલા રોહીતભાઇ ઉધરેજા, તેમના પત્ની રતનબેન ત્રણ પુત્રી હેતલ અને અસ્મિતા તથા જાગૃતિ અને પુત્ર ગણેશને નાનીમોટી ઇજાઓ થતાં તમામને પ્રાથમિક સારવાર મોરબીમાં આપ્યા બાદ વધુ સારવાર માટે અહીંની સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા.જયાં આજે 4થા ધોરણમાં ભણતી 9 વર્ષની દિકરી જાગૃતિનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસનાં જણાવ્યા મુજબ મૃતક જાગૃતિ એક ભાઇ અને 6 બહેનોમાં નાની હતી. બનાવના જરૂરી કાગળો કરી હોસ્પીટલ પોલીસ ચોકી દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરી છે.

ક્રાઇમ

3 દિવસ પૂર્વે પુત્રવધૂએ ચામાં ઘેની ટીકડાં પીવડાવ્યાનું નાટક કરનાર પ્રૌઢે ફરી ટીકડા ખાધા

Published

on

By

શહેરના મિલપરામાં રહેતા વૃધ્ધ ત્રણ દિવસ પૂર્વે પુત્રવધૂએ ચા મા ઘેની ટીકડા પીવડાવી દીધાનું નાટક કરી સિવિલમાં દાખલ થયા હતાં. જેઓએ આજે ફરીથી ભુલથી ઘેનના ટીકડા પી ગયાનું જણાવી સિવિલમાં દાખલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.


જાણવા મળતી વિગત મુજબ, મિલપરા શેરી નં.7/18માં રહેતા સાબુમલ પાલુમલ તલવાણી (ઉ.68) નામના વૃધ્ધ ગઈ રાત્રે અઢી વાગ્યાના અરસામાં પોતાના ઘરે ભૂલથી ઘેનના ટીકડા પી જતાં તેઓ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ભક્તિનગર પોલીસને જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ઉપરોકત વૃધ્ધ ત્રણ દિવસ પહેલા પણ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. ત્યારે તેમણે સિવિલ ચોકીના સ્ટાફ સમક્ષ એવી નોંધ કરાવી હતી કે તેઓને તેમના પુત્રવધુએ ચા મા ઘેનના ટીકડા નાખી પીવડાવી દીધા છે. જો કે ભકિતનગર પોલીસ પહોંચે તે પહેલા જ હોસ્પિટલમાંથી નાસી છુટયા હતાં ત્યારે ફરી દાખલ થતાં વૃધ્ધ નાટક કરતાં હોવાનું જાણવા મળ્યું હતું.

Continue Reading

ક્રાઇમ

જામનગર રોડ ઉપર ફ્રૂટનો વેપારી ત્રીજી વખત ડ્રગ્સ વેંચતા ઝડપાયો

Published

on

By


શહેરમાં માદક પદાર્થેની હેરાફેરી કરતાં તત્વો ઉપર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે ત્યારે શહેરના જામનગર રોડ પર નવી કોર્ટ પાસેથી એસઓજીની ટીમ ફ્રુટની આડમાં ડ્રગ્સ વેચતા વેપારીને ત્રીજી વખત ઝડપી પાડયો હતો. આ ડ્રગ્સ પેડલર ફ્રુટના વેપારી પાસેથી રૂા.1.95 લાખની કિંમતનું 19.52 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ સહિત રૂા.2.50 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ ડ્રગ્સ તે કયાંથી લાવ્યો તે બાબતે રિમાન્ડ ઉપર પુછપરછ શરૂ કરવામાં આવી છે.


મળતી માહિતી મુજબ, શહેરમાં બેફામ બનેલા ડ્રગ્સ પેડલરો અને નશાના કારોબાર કરતાં તત્વો ઉપર એસઓજીની ટીમ ધોંસ બોલાવી રહી છે. ત્યારે શહેરનાં જામનગર રોડ પર નવા કોર્ટ બિલ્ડીંગ પાસેથી એકટીવા નં.જીજે.3.એનસી.9648માં ડ્રગ્સ સાથે એક શખ્સ નીકળવાનો હોવાની બાતમીને આધારે એસઓજીની ટીમે તેને ઝડપી લીધો હતો. એકટીવાના ચાલક બજરંગવાડી શેરી નં.2 ટાવર નીચે રહેતા ફ્રુટ અને કાપડનો વેપાર કરતાં જલાલમીયા તાલબમીયા કાદરી (ઉ.51)ની ધરપકડ કરી તેની પાસેથી રૂા.1.95 લાખની કિંમતનું 19.52 ગ્રામ ડ્રગ્સ સહિત રૂા.2.50 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.


તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, ફ્રુટ અને કાપડનો વેપાર કરતાં વેપારી જલાલમીયા ફ્રુટની આડમાં નશાનો કારોબાર ચલાવે છે. આ શખ્સને ત્રીજી વખત ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. અગાઉ પણ બે વખત પકડાયેલો જલાલમીયા છેલ્લા ત્રણ વર્ષથી ડ્રગ્સ પેડલર બની ગયો હોય તે આ ડ્રગ્સ કોની પાસેથી લાવતો અને કોને કોને વેંચતો તે સહિતની બાબતો ઉપર તપાસ કેન્દ્રીત કરવામાં આવી છે.


પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલની સુચના મુજબ એસીપી ભરત બી.બસીયાના માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઈ એસ.એમ.જાડેજા, પીએસઆઈ એમ.બી.માજીરાણા સાથે સ્ટાફના ધર્મેશભાઈ ખેર, ઈન્દ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા, દિગ્વીજયસિંહ ગોહિલ, અરૂણભાઈ બાંભણીયા, મૌલીકભાઈ સાવલીયા, હાર્દિકસિંહ પરમાર સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Continue Reading

ગુજરાત

પડધરીના મોટી ચણોલની યુવતીનો ઝેરી દવા પી આપઘાત

Published

on

By


પડધરીના મોટીચણોલ ગામની યુવતિએ ગઈકાલે સવારના સમયે ઝેરી દવા પી લેતા તેમને સારવાર અર્થે રાજકોટની સિવિલહ ોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
મળતી વિગત મુજબ મોટી ચણોલ ગામે રહેતા રાજેશ્ર્વરીબા શૈલેન્દ્રસિંહ જાડેજા નામના 19 વર્ષની યુવતિએ ગઈકાલે સવારે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેમને બેભાન અવસ્થામાં સારવાર અર્થે રાજકોટની સિવિલહોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.


જ્યાં તેણીને સારવાર દરમિયાન રાત્રીના સમયે મોત નિપજ્યું હતું.રાજેશ્ર્વરીબા એક ભાઈની એકની એક બહેન હતી. તેમના પિતા ખેતીકામ કરે છે. તેમજ પોતે કોલેજ સુધીનો અભ્યાસ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
રાજેશ્ર્વરી બાએ કયાકારણોસર આપઘાત કર્યો તે અંગે હાલ પડધરી પોલીસ તપાસ કરી રહી છે.

Continue Reading
ક્રાઇમ2 mins ago

3 દિવસ પૂર્વે પુત્રવધૂએ ચામાં ઘેની ટીકડાં પીવડાવ્યાનું નાટક કરનાર પ્રૌઢે ફરી ટીકડા ખાધા

ક્રાઇમ6 mins ago

જામનગર રોડ ઉપર ફ્રૂટનો વેપારી ત્રીજી વખત ડ્રગ્સ વેંચતા ઝડપાયો

ગુજરાત6 mins ago

પડધરીના મોટી ચણોલની યુવતીનો ઝેરી દવા પી આપઘાત

ક્રાઇમ9 mins ago

શેરબજારમાં ઉંચા વળતરની લાલચ આપી ફાઈનાન્સ કંપનીના મેનેજર સાથે 11 લાખની ઠગાઈ

ગુજરાત11 mins ago

નવરાત્રી પૂર્વે પોલીસનું ચેકિંગ, 1 કલાકમાં 58 નિયમભંગ કરતા પકડાયા

ગુજરાત18 mins ago

પ્ર.નગર પોલીસ સ્ટાફ અને હોમગાર્ડ જવાનોએ સીપીઆર તાલીમ લીધી

ગુજરાત21 mins ago

રાસગરબામાં વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ અંગે માહિતી આપતી ‘અભયમ’

ગુજરાત28 mins ago

યુવા પેઢીને ડ્રગ્સના દૂષણથી દૂર રાખવા 15 કિ.મી. સાઈકલ રેલી યોજાઈ

ક્રાઇમ31 mins ago

કરિયાણાની દુકાનની બાજુમાં નોનવેજની કેબિન બનાવવા મામલે બઘડાટી: બે ઘવાયા

ક્રાઇમ33 mins ago

ભગવતીપરાની મહાકાળી સોસાયટીમાં પીસીબીનો દરોડો, ત્રણ જુગારી ઝડપાયા

ગુજરાત2 days ago

મોરબીમાં કારમાં આગ ભભૂકી: સિરામિક ઉદ્યોગપતિ ભડથું

ગુજરાત1 day ago

એઈમ્સમાં નવી રમત: મહિલા તબીબની માનસિક સંતાપની ફરિયાદમાં બિલાડીને જ દૂધના રખોપા

આંતરરાષ્ટ્રીય23 hours ago

લેબનોનમાં પેજર હુમલાથી ભારત એલર્ટ, ચીની ઉપકરણો પર પ્રતિબંધ લાગશે

ધાર્મિક1 day ago

આવતી કાલથી નવરાત્રી શરૂ, જાણો કલશ સ્થાપનાના શુભ મુહૂર્ત

ક્રાઇમ2 days ago

ફલેવરવાળો વિદેશી દારૂ બનાવવાનું કારખાનું પકડાયું

ગુજરાત23 hours ago

કોંગી અગ્રણીઓ સામેનો બદનક્ષીનો કેસ વિથ ડ્રો કરવા કોર્ટમાં પુરશીષ રજૂ કરતાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી

ક્રાઇમ2 days ago

લખતરના ઢાંકી ગામે ફાયરિંગની ઘટનામાં 12 વર્ષના બાળકનું મોત

ગુજરાત2 days ago

રિંગ રોડ-2 ફોરલેન બનાવવા 80 કરોડના ખર્ચને મંજૂરી

ગુજરાત23 hours ago

પુનિત સોસાયટીમાં વેપારીના પત્નીનો ગળેફાંસો ખાઈ આપઘાત

ધાર્મિક24 hours ago

આસો નવરાત્રીનો કાલથી પ્રારંભ

Trending