રૈયાધાર ઇન્દિરાનગરનો બનાવ: ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધુ
શહેરના રૈયાધાર ઇન્દિરાનગરમાં રહેતી યુવતીએ બે વર્ષ પહેલા બિલ્ડિંગ ઉપરથી કૂદકો મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેનો દુખાવો સહન ન થતા તેણીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ રૈયાધાર ઇન્દિરાનગરમાં રહેતી પાયલ બચુભાઇ બાંભવા (ઉ.વ.20)નામની યુવતીએ ગઇકાલે સાંજે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લેતા તેને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનુ મોત નીપજ્યુ હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી યુનિવર્સિટી પોલીસને જાણ કરતા હેડકોન્સ્ટેબલ ગીરીરાજસિંહ ઝાલા સહિતના સ્ટાફે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક પાયલ એક ભાઇ ત્રણ બહેનમાં નાની અને અગાઉ તેના છૂટાછેડા થઇ ગયા હતા. તેણીએ બે વર્ષ પહેલા હનુમાન મઢી ચોક પાસે આવેલા બિલ્ડિંગ ઉપરથી કૂદકો મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેને ગંભીર ઇજા થઇ હોય જેનો દુખાવો સહન થતો ન હોવાથી તેણીએ આ પગલુ ભરી લીધાનુ ખુલવા પામ્યુ છે. આ બનાવથી ભરવાડ પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.
