કચ્છના નખત્રાણામાં યાયાવર પક્ષીઓની શિકારી ટોળકી ઝડપાઇ

કચ્છના નખત્રાણા તાલુકામાં આવતા પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા છારીઢંઢ વિસ્તારમાં યાયાવર પક્ષીઓના શિકાર માટે જતી ટોળકીના પાંચ સભ્યોને ધારદાર હથિયારો સાથે સુરક્ષા તંત્રએ ઝડપી પાડ્યા હતા.…

કચ્છના નખત્રાણા તાલુકામાં આવતા પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા છારીઢંઢ વિસ્તારમાં યાયાવર પક્ષીઓના શિકાર માટે જતી ટોળકીના પાંચ સભ્યોને ધારદાર હથિયારો સાથે સુરક્ષા તંત્રએ ઝડપી પાડ્યા હતા. ફોરેસ્ટના ક્ધઝવેશન વિસ્તારમાથી ઝડપાયેલા તમામ પાંચ આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે વન વિભાગના હવાલે કરવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓમાં ચાર સ્થાનિક સાથે એક વેસ્ટ બંગાળનો હોવાનું ખુલવા પામ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ એસઆઇટીના પીઆઇ પીકે રાડાનાઓના સુપરવિઝન હેઠળ સ્ટાફ અને નિરોણા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઇ એચએમ ગોહીલ સહિતના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી રાહે મળેલી બાતમીના આધારે છારી ઢંઢ ફોરેસ્ટના ક્ધઝવેશન વિસ્તારમાથી શીકાર કરવાના સાધનો તેમજ વાહન સાથે કુલ-5 ઇસમોને ઝડપી લેવામાં આવ્યા હતા.

પકડાયેલા આરોપીઓમાં ભુજના નાના વરનોરાના ઈશા ભચુ મેમણ,ઓસ્માણ ગની સુલેમાન મેમણ, ગાંધીધામ મીઠી રોહરના ઓસ્માણ જુસબ ગગડા, ભુજના પૈયાના આતિફ અજીત મોખા અને પશ્વિમ બંગાલ મહમદસોનુ સમસુદીન મમણને વન્ય સંરક્ષણ અધિનીયમ અન્વયે ધોરણસર કાર્યવાહી કરવા વન વિભાગને સોપવામા આવ્યા છે. આરોપીઓ પાસેથી ધારદાર છરી, ચાર કુહાડી, પક્ષી પકડવાની જાળ અને બોલેરો પિકપ વેન સહિત કુલ રૂૂ.2.34 લાખનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *