વિદ્યાનગરમાં છરી વડે કેક કાપી ઉત્પાત મચાવનાર સુરેન્દ્રનગરની ટોળકી પકડાઈ

12 દિવસ પહેલા રાત્રે બર્થ-ડે ઉજવવા ફટાકડા ફોડી ધમાલ મચાવી હતી વિદ્યા નગરી વિદ્યાનગરમાં બર્થ-ડે કે અન્ય પ્રસંગની ઉજવણીમાં ઉન્માદનો અતિરેક થઇ રહ્યો છે. ખાસ…

12 દિવસ પહેલા રાત્રે બર્થ-ડે ઉજવવા ફટાકડા ફોડી ધમાલ મચાવી હતી


વિદ્યા નગરી વિદ્યાનગરમાં બર્થ-ડે કે અન્ય પ્રસંગની ઉજવણીમાં ઉન્માદનો અતિરેક થઇ રહ્યો છે. ખાસ કરીને બીજા શહેરો કે રાજ્યોમાંથી અહીયા ભણવા કે રોજગારી અર્થે આવતા લોકો કાયદાને કોરાણે મૂકી તોફાની ઉજવણી કરી રહ્યા છે. 12 દિવસ પહેલા વિદ્યાનગરમાં રુદ્રાક્ષ કોમ્પલેક્ષ પાસે મોડી રાત્રે વર્ષગાંઠની જાહેરમાં ઉજવણી કરી હતી. જેમાં ફટાકડા ફોડી મોટી છરી વડે કેક કાપતો વીડિયો વાયરલ થયો હતો.

જાહેરમાં આ રીતે તોફાની રીતે કોઇપણ પ્રકારની ઉજવણી કરવા પર પ્રતિબંધ હોવા છતાં યુવાનોએ કાયદાને ખિસ્સામાં મૂકતું કૃત્ય આચર્યું હતું. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા પોલીસે તેમાં દેખાતા લોકોની શોધખોળ હાથ ધરી હતી. જે અંતર્ગત મુખ્ય આરોપી સહિત 4 જણાને પોલીસે ઝડપી લીધા હતા. પકડાયેલાઓમાં રોહિત ભરતભાઇ બામ્ભા (મૂળ રહે. વગડિયા, જી. સુરેન્દ્રનગર), રાહુલ હકુભાઇ બમ્ભા (રહે. વગડિયા, જિલ્લો : સુરેન્દ્રનગર), સીમાભાઇ મઘુભફાઇ ભરવાડ (મૂળ રહે. ઝાપોદર, જિ. સુરેન્દ્રનગર) અને હરીશ પરસોત્તમ પરમાર (રહે. સારસા, જિ. આણંદ)નો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *