સુરેન્દ્રનગરની ટોળકીએ રીવોલ્વર બતાવી જમીન દલાલનું અપહરણ કરી રૂપિયા એક કરોડ પડાવ્યા

સાણંદના જમીન દલાલને ‘મીઠી-મીઠી’ વાતો કરી મળવા બોલાવી યુવતી સહિતની ટોળકીએ ખેલ પાડયો સાણંદના શાંતીપુરાનો 45 વર્ષીય યુવક હનીટ્રેપનો ભોગ બન્યો છે. સુરેન્દ્રનગરની યુવતીએ જમીન…

સાણંદના જમીન દલાલને ‘મીઠી-મીઠી’ વાતો કરી મળવા બોલાવી યુવતી સહિતની ટોળકીએ ખેલ પાડયો

સાણંદના શાંતીપુરાનો 45 વર્ષીય યુવક હનીટ્રેપનો ભોગ બન્યો છે. સુરેન્દ્રનગરની યુવતીએ જમીન દલાલને મોબાઇલમાં વોટ્સએપ મેસેજ કરી ફોસલાવીને એક મકાન બોલાવ્યો હતો. એકાંતમાં યુવકે શર્ટ કાઢ્યા બાદ ઘરમાં ઘૂસી આવેલા ત્રણ શખ્સોએ રિવોલ્વર અને છરીની અણીએ તેની જ કારમાં અપહરણ કરી રૂૂ.2 કરોડની માંગ કરી હતી. યુવકનું તેની કારમાં અપહરણ કરી માલવણ હાઇવે ઉપર લઇ રણ વિસ્તારમાં લઇ ગયા હતા. રૂૂ.1 કરોડ આપ્યા બાદ 4 કલાકના અંતેમુક્ત કરાયો હતો. સમગ્ર ઘટના તા.13 ફેબ્રુઆરીએ બની હતી. આરોપી ભાવના ઉર્ફે અંજલી દશરથભાઇ ચાવડા, તોસીફ, સોહિલ, અરબાઝ અને આસીફ પોતાની અલ્ટ્રો કારમાં માલવણ તરફ ભાગી ગયા હતા.

20 દિવસ પહેલાં મારા મોબાઇલમાં એક યુવતીએ હાય લખીને મેસેજ કર્યો હતો. આપણે બંને મિત્રો છીએ કીધું હતું. બીજા દિવસે તમારા મિત્રને મળવા 10 મિનિટ સુરેન્દ્રનગર નહીં આવો તેમ કહેતાં હું 13 ફેબ્રુઆરીએ ઉપાસના સર્કલ પહેલા આવતી ગલીના મકાનમાં મને બોલાવી ઉપર લઇ ગઇ હતી. જ્યાં પ્રેમ ભરી વાતો કરીને તમારૂૂ બોડી બહુ સારૂૂ છે.શર્ટ કાઢી નાખો તેમ કહેતાં પહેલા મે ના પાડી પરંતુ ખુબ ફોર્સ કરતા મે શર્ટ કાઢી નાખ્યો હતો. તે સમયે દરવાજો ખખડાવીને 3 વ્યકિત અંદર આવ્યા હતા. અમારી દીકરીઓ સાથે તું આવું ખરાબ કામ કરે છે તેમ કહીને રિવોલ્વર અને છરી બતાવી કારમાં મારૂૂ અપહરણ કર્યું હતું. કાર રણ વિસ્તારમાં લઇ ગયા બાદ જીવતુ જવુ હોય તો રૂૂ.2 કરોડ આપવાનું કીધું હતું. મે મારા દીકરા ઇદ્દિશને જમીનો સોદો કરવાનો છે. પાર્ટી અમેરિકા જવાની હોવાથી તાત્કાલીક 1 કરોડ લઇને બોલાવ્યો હતો.

મિત્રો અને સગા પાસેથી દીકરો પૈસા લઇને આવ્યો હતો. દીકરાને પૈસા આપ્યા બાદ જતો રહેવાનું કહેતાં તે નીકળી ગયો હતો. મને આરોપી મારી ગાડીમાં સીંગલ પટ્ટી રસ્તા ઉપર લઇ ગયા હતા. આરોપીઓ અલ્ટ્રો કારમાં માલવણ તરફ ભાગી ગયા હતા. હુસેનભાઇ અબદુલ્લભાઇ મોમીન, શાંતિપુરા, સાણંદ સમગ્ર ઘટનાની તપાસ એલસીબી ટીમને સોપવામાં આવી છે. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ મહિલા આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.અને આરોપીઓ પણ પોલીસના હાથ વગા છે. આટલુ જ નહી પરંતુ મોટા ભાગની રકમ પણ રીકવર કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *