જીએસટી કૌભાંડ અને છેતરપિંડીના ગુનામાં ફરાર અમદાવાદ અને જામનગરનો શખ્સ ઝડપાયો

ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી લેવા પોલીસ કમિશ્નરની સુચનાને પગેલ પેરોલ ફર્લો સ્કર્વોડની ટીમે જીએસટી કૌભાંડ અને છેતરપિંડીના ગુનામાં ફરાર બે શખ્સોને ગાંધીનગર અને…

ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી લેવા પોલીસ કમિશ્નરની સુચનાને પગેલ પેરોલ ફર્લો સ્કર્વોડની ટીમે જીએસટી કૌભાંડ અને છેતરપિંડીના ગુનામાં ફરાર બે શખ્સોને ગાંધીનગર અને અમદાવાદથી ઝડપી લીધા હતા.

પૂર્વયોજીત કાવતરૂૂ રચી પેઢીનાં નામના જીએસટીનાં બનાવટી દસ્તાવેજો બનાવવાનાં ગુન્હામાં નાસતા ફરતા આરોપી અમદાવાદ દાણી લીમડા જેનલ રેસીડેન્સી અલ મહંમદી -સોસાયટી, મદીના હોટલની સામે પ્લોટ નં.403માં રહેતા તોફીક ઉર્ફે પંકજ ઉર્ફે ભાઉ રફીકભાઇ રંગરેજ (ઉ.વ.36)ને અમદાવાદ શહેર ખાતેથી પેરોલ ફર્લો સ્કર્વોડની ટીમે ઝડપી લીધો હતો. જયારે પૂર્વયોજીત કાવતરૂ રચી છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદમાં ફરાર જામનગરના ધ્રોલના તુલસીપાર્કના વાતની હાલ સર્કલ-2 ઘ રોડ ઘર નં.873 ગાંધીનગર રેહતા વિનાદભાઈ છગનભાઈ કાસુદ્રાને ઝડપી લીધો હતો.

પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડિયા, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા અને એસીપી ભરત બસીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કર્વોડના પી.આઈ ભાર્ગવસિંહ એમ. ઝણકાટ તથા પીએસઆઈ જે.જી. તેરૈયા તથા એ.એસ.આઇ. ધર્મેન્દ્રસિંહ ઝાલા, વિનોદભાઇ બેરડીયા, સીરાજભાઇ ચાનીયા, તેજનભાઇ ચાવડા, જયદીપસિંહ બોરાણા, દિનેશભાઇ વાળા સાથે દોલતસિંહ રાઠોડ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *