રોલેક્ષ રોડ સ્કાય વ્યૂ એપાર્ટમેન્ટમાંથી મિત્રના ઘરમાંથી મિત્રએ 1.80 લાખનો હાથફેરો કર્યો

  આજીડેમ વિસ્તારમા આવેલા રોલેક્ષ રોડ પર સ્કાય વ્યુ એપાર્ટમેન્ટમા રહેતા શ્રમીક યુવાનના બંધ ફલેટમાથી તેમના મિત્રએ જ રૂ. 1.80 લાખની મતાની ચોરી કર્યાની આજીડેમ…

 

આજીડેમ વિસ્તારમા આવેલા રોલેક્ષ રોડ પર સ્કાય વ્યુ એપાર્ટમેન્ટમા રહેતા શ્રમીક યુવાનના બંધ ફલેટમાથી તેમના મિત્રએ જ રૂ. 1.80 લાખની મતાની ચોરી કર્યાની આજીડેમ પોલીસ મથકમા ફરીયાદ નોંધવામા આવી છે. આ ઘટનામા પોલીસે સીસીટીવી ફુટેઝ મેળવી આરોપીની શોધખોળ કરી હતી.

વધુ વિગતો મુજબ સ્કાય વ્યુ એપાર્ટમેન્ટ ફલેટ નં 304 મા રહેતા શ્રમીક યુવાન પિન્ટુ વિનોદભાઇ રાઠોડ (ઉ.વ. 3ર) નામના યુવાને શંકાસ્પદ તેમના મિત્ર રાજ મનિષભાઇ મેંદપરાનુ નામ આપતા તેમના વિરૂધ્ધ ચોરી કર્યાની આજીડેમ પોલીસમા ફરીયાદ નોંધાઇ છે. આ ઘટનામા પિન્ટુભાઇએ જણાવ્યુ હતુ કે ગઇ તા 16-11-24 ના રોજ પોતે કામ સબબ કુવાડવા રોડ પર ડીમાર્ટ મોલની પાછળ હતો ત્યારે તેમના પત્ની અલકાબેનનો ફોન આવ્યો હતો અને તેમણે ઘરમા ઘરેણા અને રોકડા રૂપીયા જોવા મળતા નથી તેવુ જણાવતા પિન્ટુ તુરંત ત્યાથી ઘરે પહોંચ્યો હતો.

ઘરે જઇ તપાસ કરતા તેજોરીમાથી સોનાના દાગીના તેમજ રોકડા રૂપીયા 1.રર લાખ જોવા મળ્યા ન હતા અને ફલેટની આજુબાજુના સીસીટીવી ફુટેઝ જોતા તેમા ગઇ તા 14-11 ના રોજ સાંજના સમયે પરીવારના સભ્યો જમવા માટે બહાર ગયા હતા ત્યારે મિત્ર રાજ મનીષભાઇ મેંદપરા નામનો વ્યકિત લીફટમા જતો દેખાયો હતો. જેની આજ દિવસ સુધી શોધખોળ કરી છતા ન મળતા અંતે પોલીસમા તેમના વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. આ ઘટના મામલે આજીડેમ પોલીસના પીએસઆઇ આર.એસ. શાખરા તપાસ ચલાવી રહયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *