પડધરીના સરપદળ ગામની સીમમાં આવેલી વાડીમાં ખેતમજૂરી કરતા મહિલાનો મોબાઈલ ફોન હેક કરી અજાણ્યા સાયબર હેકર્સે ઓનલાઈન ઠગાઈ આચરી તેમના બેંક ખાતામાંથી રૂૂ. 66,998ની રકમ સેરવી લીધી છે. આ મામલે પડધરી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા સાયબર હેકર્સ વિરુદ્ધ આઈ.ટી. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, સરપદળ ગામની સીમમાં આવેલી વાડીમાં ખેતમજૂરી કરતા નેહાબેન કરણભાઈ મકવાણા નામના 24 વર્ષીય મહિલા સાથે ગત તારીખ 14 સપ્ટેમ્બર 2026ના રોજ તેમના પતિ કરણભાઈ મકવાણા મેટોડા ગામની સીમમાં મુકેશભાઈ અકબરીની વાડીએ ખેતમજૂરી કરી રહ્યા હતા. તે સમયે તેમના પતિના મોબાઈલ ફોન પર બેંકમાંથી નાણાં ઉપડી ગયા હોવાના મેસેજ આવ્યા હતા. મોબાઈલમાં તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે નેહાબેનના ’બેંક ઓફ બરોડા’ના ખાતામાંથી અલગ-અલગ 05 ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂૂ. 66,998ની રકમ અન્ય બેંક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર થઈ ગઈ હતી.
પીડિત મહિલાના જણાવ્યા મુજબ, તેમના મોબાઈલમાં સોશિયલ મીડિયા કે અન્ય કોઈ માધ્યમથી ફ્રોડ હાઈડ એપ્લિકેશન અથવા હેકિંગ દ્વારા અજાણ્યા સાયબર હેકર્સે બેંક એકાઉન્ટનો એક્સેસ મેળવી લીધો હતો. આ રકમ બેંક ઓફ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક તેમજ એક્સિસ બેંક/ગુગલ પે સાથે જોડાયેલા ખાતાઓમાં ડિપોઝિટ કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં જ દંપતીએ તાત્કાલિક સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ ઈ-ગુજકોપ મારફતે આવેલ સાયબર ક્રાઈમ કમ્પ્લેઈન આઈ.ડી. આધારે પડધરી પોલીસે મહિલાની રૂૂબરૂૂ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં પડધરી પોલીસ સ્ટેશનના પી.આઈ એમ.જી. ચૌહાણે તપાસનો દોર સંભાળ્યો છે. પોલીસે ગુનો નોંધી, જે બેંક ખાતાઓમાં નાણાં ટ્રાન્સફર થયા છે તેના ધારકો તથા અજાણ્યા સાયબર ક્રાઈમ આચરનારા હેકર્સની શોધખોળ શરૂૂ કરી
