મોરબીના ખરેડા ગામની સીમમાં ચાર વર્ષના બાળકને કૂતરાએ ફાડી ખાધો

મોરબી જિલ્લાના ખરેડા ગામની સીમમાં એક શ્રમિક પરિવારના ચાર વર્ષના બાળકને કુતરાએ ફાડી ખાધાની ઘટના બનતા અરેરાટી ફેલાઇ જવા પામેલ છે. જાણવા મળતી વિગતો મુજબ…

મોરબી જિલ્લાના ખરેડા ગામની સીમમાં એક શ્રમિક પરિવારના ચાર વર્ષના બાળકને કુતરાએ ફાડી ખાધાની ઘટના બનતા અરેરાટી ફેલાઇ જવા પામેલ છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ખરેડા ગામે સિમ વિસ્તારમાં રહીને ખેત મજૂરીનું કામ કરતાં મૂળ છોટાઉદેપુરના પરિવારનો અવિનાશ અરવિંદભાઈ રાઠવા નામનો ચાર વર્ષનો બાળક ખરેડા ગામની સીમમાં વાડી વિસ્તારમાં રમતો હતો. ત્યારે ત્યાં હડકાયુ કૂતરું આવી ચડ્યું હતું અને તેને બચકાં ભરી લીધા હતા આ સમયે બાળકના પિતા પણ ત્યાં હાજર હતા જેથી તેને પોતાના દીકરાને કુતરાના મોઢામાંથી છોડાવવા માટેનો પ્રયાસ કર્યો હતો. જો કે, કૂતરાએ બચકાં ભરી લીધા હતા જેથી અવિનાશને ગંભીર ઇજા થઈ હતી અને તે માસૂમ બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી નંદરામભાઇ મેસવાણિયાએ આગળની તપાસ હાથ ધરી હતી.

બે શ્રમિકો દાઝયા
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવડીયારી નજીક પાટીદાર પ્લાસ્ટરના લેબર કવાર્ટર ખાતે રહીને ત્યાં જ મજૂરી કામ કરતા પરમાનંદભાઈ (32) અને મહેશ ધનસિંહ (22) નામના બે યુવાન રાત્રિના 12:00 વાગ્યાના અરસામાં કામ દરમિયાન દાજી ગયા હતા જેથી તેઓને અત્રેની નક્ષત્ર હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

રંગપર પાસે અકસ્માત
મોરબીના રંગપર ગામ પાસે અકસ્માત બનાવ બન્યો હતો જેમાં ડબલ સવારીમાં જતું સ્કૂટર બોલેરો સાથે અથડાતા પૂજાબેન અને તૃપ્તિબેન નામની બે મહિલાઓને ઈજા થઈ હોય તેઓને અત્રે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી અને જેના પગલે તાલુકા પોલીસ દ્વારા નોંધ કરી આગળની

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *