વાંકાનેર નજીક કારખાનામાં માસુમ બાળક ઉપર તોતીંગ લોડર ફરી વળ્યું

વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં આવેલ કારખાનામાં બે વર્ષના બાળકને લોડર ચાલકે અડફેટે લીધું હતું કારખાનામાં રમતા બે વર્ષમાં માસૂમ બાળકને અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા મોત…

વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં આવેલ કારખાનામાં બે વર્ષના બાળકને લોડર ચાલકે અડફેટે લીધું હતું કારખાનામાં રમતા બે વર્ષમાં માસૂમ બાળકને અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું.

વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં આવેલ તિરુપતિ કોલ સપ્લાયર્સ કારખાનામાં કામ કરતા દલ્લુંભાઈ મોહનભાઈ બિલવાલ (ઉ.વ.30) વાળાએ લોડર જીજે 36 એસ 6699 ના ચાલક રાકેશભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તા. 10 ના રોજ ફરિયાદીના બે વર્ષના દીકરા અંકિત કારખાનામાં રમતો હતો ત્યારે આરોપી રાકેશભાઈએ લોડર પુરઝડપે ચલાવી અંકિતને હડફેટે લઈને શરીરે ગંભીર ઈજા પહોંચાડી હતી અને માસૂમ બાળકનું ગંભીર ઈજાને પગલે મોત થયું છે વાંકાનેર સીટી પોલીસે આરોપી લોડર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

ઝેરી દવા પી લેતા મોત
રાજપર ગામના રહેવાસી 42 વર્ષીય યુવક ત્રાજપર નજીક સિરામિક પાછળ ખેતરમાં ઝેરી દવા પી લેતા મોત થયું છે સીટી બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે. મોરબીના રાજપર ગામે રહેતા નીલેશભાઈ કેશવજીભાઇ અઘારા (ઉ.વ.42) નામના આધેડ ગત તા. 11 ના રોજ કોઈ કારણોસર ત્રાજપર સિસ્સકો સિરામિક પાછળ ખેતરમાં ઝેરી દવા પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને મરણ ગયેલ જાહેર કર્યા હતા મોરબી બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

પડી જતા મોત
વાંકાનેર નજીક આવેલ ફેક્ટરીની લેબર કોલોનીમાં રાત્રીના પેશાબ કરવા જતી વખતે આધેડનો પગ લપસી જતા માથામાં ઈજા પહોંચતા યુવાનનું મોત થયું હતું. મૂળ ઓરિસ્સાના વતની અને હાલ વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં આવેલ લોનીક્ષ સિરામિકમાં રહેતા જગન્નાથ રુહ્યા ડોલમ (ઉ.વ.51) નામના આધેડ ગત તા. 11 ના રાત્રીના દોઢેક વાગ્યે લેબર કોલોનીની બાજુમાં પેશાબ કરતા જતા હતા ત્યારે અકસ્માતે પગ લપસી જતા માથાના પાછળના ભાગે ઈજા થતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા ફરજ પરના તબીબે જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *