ઉપલેટાના તલગણા ગામે નોટિસ આપવા ગયેલા જેટકોના જુનિયર ઇજનેર સાથે માથાકૂટ

ફરજમાં રૂકાવટ કરી જુનિયર અને નાયબ ઇજનેરને ધમકી આપ્યાની ફરિયાદ ઉપલેટા તાલુકાના તલગણા ગામે સરકારી ફરજ બજાવી રહેલા જેટકો ના જુનિયર ઈજનેર પર હુમલો કરી,…

ફરજમાં રૂકાવટ કરી જુનિયર અને નાયબ ઇજનેરને ધમકી આપ્યાની ફરિયાદ

ઉપલેટા તાલુકાના તલગણા ગામે સરકારી ફરજ બજાવી રહેલા જેટકો ના જુનિયર ઈજનેર પર હુમલો કરી, કાયદેસરની ફરજમાં રૂૂકાવટ ઉભી કરવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે પાટણવાવ પોલીસ મથકે આરોપી ખેડૂત વિરૂૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી વિગતો અનુસાર, ઉપલેટા ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લિમિટેડ (જેટકો) માં જુનિયર ઈજનેર તરીકે ફરજ બજાવતા કેવલભાઈ નટવરલાલ સોજીત્રા ગત તારીખ 26 મે 2026ના રોજ તલગણા ગામે સરકારી ફરજ પર હતા. સરકાર દ્વારા મંજૂર થયેલ 66 કે.વી. પાટણવાવથી સમઢીયાળા સબ સ્ટેશન સુધી જતી બેવડી વીજ રેખા ટાવર લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે, જેનો સ્થાનિક ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ સંદર્ભે રાજકોટ કલેક્ટરની સૂચના મુજબ આગામી સુનવણીની નોટિસ આપવા માટે જુનિયર ઈજનેર તલગણા ગામે રહેતા ખેડૂત કૃષ્ણકુમાર માલદેભાઇ બોરખતરીયાના ઘરે ગયા હતા.

જ્યારે જુનિયર ઈજનેરે ખેડૂતને નોટિસની નકલ રૂૂબરૂૂ આપી, ત્યારે આરોપી ખેડૂત ઉશ્કેરાઈ ગયો હતો અને ’મારા બંને ખેતરોની સર્વે નોટિસ અલગ અલગ કેમ આપી છે?’ તેમ કહીને બેફામ ગાળો દેવા લાગ્યો હતો. ઈજનેરે પોતાના ઉપરી અધિકારી નાયબ ઈજનેર એન.જે. માકડીયા સાથે ફોન પર વાત કરાવતા, આરોપીએ તેમની સાથે પણ ફોન પર અભદ્ર વર્તન અને ગાળાગાળી કરી હતી.

ત્યારબાદ, નોટિસમાં સહી કરાવી બજવણી કરતી વખતે આરોપી કૃષ્ણકુમારે જુનિયર ઈજનેરને જોરદાર ધક્કો મારી ખુરશી પર બેસાડી દીધા હતા અને આક્રોશમાં આવીને જણાવ્યું હતું કે, “તારા હાથ-પગ ભાંગી નાખીશ.” એટલું જ નહીં, પરંતુ ભવિષ્યમાં જો કોઈ પણ કર્મચારી તેના ખેતર તરફ કામ કરવા જશે, તો તેમને જાનથી મારી નાખવાની ગંભીર ધમકી પણ આપી હતી.

આ સરકારી ફરજમાં રૂૂકાવટ અને ધમકીના મામલે કેવલભાઈ સોજીત્રાએ પાટણવાવ પોલીસ સ્ટેશને રૂૂબરૂૂ જઈને ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *