રામોદમાં કાર પાર્ક કરવા બાબતે માથાકૂટ, દંપતી ઉપર હુમલો કરી કારમાં તોડફોડ

બસ સ્ટેન્ડ પાસે ઝઘડો કરી હુમલાખોરે પીછો કરી યુવાનના ઘરે આવી આતંક મચાવ્યો કોટડાસાંગાણીના રામોદ ગામે બસ સ્ટેન્ડ પાસે કાર પાર્ક કરવા બાબતે માથાકૂટ કરી…

બસ સ્ટેન્ડ પાસે ઝઘડો કરી હુમલાખોરે પીછો કરી યુવાનના ઘરે આવી આતંક મચાવ્યો

કોટડાસાંગાણીના રામોદ ગામે બસ સ્ટેન્ડ પાસે કાર પાર્ક કરવા બાબતે માથાકૂટ કરી એક શખ્સે યુવાન સાથે ઝગડો કરી તેના ઘર સુધી પીછો કરી યુવક અને તેની પત્ની ઉપર હુમલો કરી કારમાં તોડફોડ કરી હતી. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મળતી વિગતો કોટડાસાંગાણીના રામોદ ગામે પીપળાવાળી શેરીમાં રહેતા ડ્રાઈવીંગ કરતા સંજયગીરી કુવરગીરી મેઘનાથીએ કરેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે રાઠોડ ઉર્ફે રંગો બીલા નામના શખ્સનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ પોતે કામકાજ સબબ કોટડાસાંગાણી ગયેલ હોય અને ત્યાંથી કામ-કાજ પૂર્ણ કરીને બપોરના પોણા એક વાગ્યાની આસપાસ મિત્ર જગદીશભાઈ ઈશાશંકર ઠોકોર બન્ને રામોદ ગામે બસ સ્ટેન્ડ પાસે ફોર વ્હીલ લઈને ઉભો હોય ત્યાં ગામના રોહીત રાઠોડ ઉર્ફે રંગો બીલો વાળો પાસે આવેલ અને કહેલ કે અહીં ગાડી કેમ ઉભી-રાખી છે.

જેમ-ફાવે તેમ ગાળો આપવા લાગે લ હોય જેથી મિત્રએ ત્યાં રામોદ બસ સ્ટેન્ડ પાસે ઉતરી ગયેલ સંજય તેની ફોર વ્હીલ ગાડી લઈને સતાપર ચોકડી પાસે ગયેલ અને ગાડીમાંથી નીચે ઉતરતા રોહીત ઉર્ફે રંગો બીલો તેની પાછળ આવેલ અને નાકમાં મને ધુબો મારી દીધેલ અને બીજો જમણા હાથમાં ધબો મારતા જમણો હાથ ગાડીના કાચમાં ભટકાયેલ અને આ રોહીતે ગાડીનો કાચ તોડી નાખેલ તેમજ ગાડીની ચાવી તોડી નાખતા સંજય તેની ફોર વ્હીલ ગાડી લઈને મારા ઘરે જવા નીકળી ગયેલ ત્યારે રંગો બીલો તેની પાછળ-પાછળ પોતાનું સીડી ડીલક્ષ મોટર સાયકલ નં. જીજે -03-બીએમ-2493 વાળુ લઈને પત્ની છાયાબેન તથા બન્ને દિકરીઓ તથા દિકરો હાજર હોય અને ત્યાં રોહીત ઉર્ફે રંગો બીલો ઘરે જેમ-ફાવે તેમ ગાળો બોલતો-બોલતો અને સરપંચ પણ અમારા છે તેમ બોલતો આવેલ તેને ગાળો બોલવાની ના પાડતા સંજયને ઝાપટ મારી લીધેલ પત્ની છાયા વચ્ચે પડતા તેની સાથે પણ જપા-જપી હુમલો કર્યો હતો. દેકારો થતા આજુબાજુ શેરીમાંથી માણસો ભેગા થઈ જતા આ રોહીત ઉર્ફે રે ગો બીલો પોતાનું મોટર સાયકલ મુકીને ભાગી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *