જસદણના પોલાસરમાં લગ્ન પ્રસંગે ડીજેમાં નાચતી વેળાએ ધમાલ, યુવાન પર ત્રણ સાળાનો હુમલો

કૌટુંબિક બહેનનો માંડવો હતો ત્યારે થઈ માથાકૂટ જસદણના પોલાસર ગામે રહેતા યુવકને કૌટુંબિક બહેનના લગ્નના માંડવાના દિવસે ડીજે વાગતું હતું ત્યારે ત્રણ સાળાએ મળી યુવક…

કૌટુંબિક બહેનનો માંડવો હતો ત્યારે થઈ માથાકૂટ

જસદણના પોલાસર ગામે રહેતા યુવકને કૌટુંબિક બહેનના લગ્નના માંડવાના દિવસે ડીજે વાગતું હતું ત્યારે ત્રણ સાળાએ મળી યુવક પર પથ્થર વડે હુમલો કર્યો હતો.જેને કારણે તેમને સારવાર માટે અહીં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનામાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જસદણ પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે વધુ કાર્યવાહી શરૂૂ કરી છે.

વધુ વિગતો મુજબ,જસદણના પોલાસર ગામે રહેતા અને માલ ઢોરનું કામ કરતા રાજુભાઈ વલ્લભભાઈ વાઘેલા નામના 27 વર્ષનો યુવાન પોતાના ગામે રાત્રે 12 વાગ્યે પાડોશી રણછોડભાઈ, રણજીતભાઈ અને ગોવિંદભાઈ એમ ત્રણેય કોઈ કારણોસર ઝઘડો કરી પથ્થર વડે માર મારતા ઈજા થતાં તેઓને સારવાર માટે અહીં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

રાજુભાઈએ જણાવ્યું હતું કે,તેમના કાકા ભીખુભાઈ ધાંધલ ની દીકરી રેખાબેનનો ગઇકાલે લગ્નનો માંડવો હતો અને તે દિવસે ઘર પાસે ડીજે વાગતું હતું.ત્યારે બધા રમતા હતા એ સમયે રાજુભાઈ સાથે તેમના ત્રણેય સાળાએ ઝઘડો કરી હુમલો કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *