જંકશન પોલીસ ચોકી પાસે બે રિક્ષાચાલકો વચ્ચે બઘડાટી

રાજકોટ શહેરના જંકશન રોડ પર પોલીસ ચોકી સામે વાહન ચેકીંગની પ્રક્રિયા ચાલી રહી હતી, તે દરમિયાન અચાનક બે રીક્ષા સામસામે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત થતાં…

રાજકોટ શહેરના જંકશન રોડ પર પોલીસ ચોકી સામે વાહન ચેકીંગની પ્રક્રિયા ચાલી રહી હતી, તે દરમિયાન અચાનક બે રીક્ષા સામસામે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત થતાં જ બંને રીક્ષા ચાલકો આપા ખોઈ બેઠા હતા અને જાહેરમાં જ એકબીજા સાથે ઉગ્રતાથી બાખડી પડ્યા હતા.

આ બઘડાટીના કારણે રોડ પર તુરંત જ ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહનચાલકો અટવાઈ પડ્યા હતા. આ સમયે ત્યાં ફરજ પર તૈનાત ટ્રાફિક પોલીસના મહિલા કર્મચારી સેજલબેન અને ટ્રાફિક બ્રિગેડના જવાનોએ સજાગતા દાખવી તુરંત જ સ્થળ પર દોડી જઈને ઝઘડો શાંત કરાવ્યો હતો અને રિક્ષાચાલકોને કાયદાનું ભાન કરાવ્યું હતું. ત્યારબાદ બંને ચાલકોને કાયદેસરની કાર્યવાહી માટે જંકશન પોલીસ ચોકીએ સોંપવામાં આવ્યા હતા અને પોલીસે ત્વરિત જહેમત ઉઠાવી ટ્રાફિક ક્લિયર કરાવીને વાહનવ્યવહાર પૂર્વવત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *