ચેટીચાંદ પર્વે જ ‘ઝુલેલાલ’ મંદિરે જવા બાબતે દંપતી વચ્ચે માથાકૂટ, પત્નીએ અગ્નિસ્નાન કરી લીધુ

ગઈકાલે સમગ્ર શહેરમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી હતી, ત્યારે શહેરના રામનાથપરા વિસ્તારમાં તહેવારના દિવસે જ પતિ-પત્ની વચ્ચે થયેલી નજીવી…

ગઈકાલે સમગ્ર શહેરમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી હતી, ત્યારે શહેરના રામનાથપરા વિસ્તારમાં તહેવારના દિવસે જ પતિ-પત્ની વચ્ચે થયેલી નજીવી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂૂપ ધારણ કરતા પત્નીએ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે.

વધુ વિગતો મુજબ, રામનાથપરા શેરી નંબર 14 માં રહેતા મીનાબેન ચોઈથરામ ખટ્ટર (ઉં.વ. 52) એ ગઈકાલે રાત્રે 9 વાગ્યાના આસપાસ આ આત્મ ઘાતી પગલું ભર્યું હતું. મીનાબેનના પતિ હેમુગઢવી હોલ પાસે દાળ-પકવાનની રેંકડી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે ચેટીચાંદનો તહેવાર હોવાથી મીનાબેને રામનાથપરામાં આવેલા ઝૂલેલાલ મંદિરે દર્શન કરવા જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે, પતિએ તેમને સાથે લઈ જવાને બદલે “હું બાળકોને લઈને જઈશ” તેમ કહેતા બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો.

પતિ સાથેના ઝઘડા બાદ મીનાબેન ભારે ગુસ્સા અને હતાશામાં આવી ગયા હતા. તેઓ દોડીને બાથરૂૂમમાં ગયા હતા અને દરવાજો અંદરથી બંધ કરી કોઈ રીતે જાત જલાવી દીધી હતી. ઘરમાં અચાનક અફરાતફરી મચી જતા પરિવારજનોએ તેમને બચાવવા પ્રયાસ કર્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલના બર્ન્સ વોર્ડમાં ખસેડ્યા હતા.

મીનાબેનને સંતાનમાં ત્રણ દીકરા અને એક દીકરી છે. તેમના સાસુ-સસરા હયાત નથી અને તેઓ પોતાના પતિ અને બાળકો સાથે સંયુક્ત પરિવારમાં રહે છે. એક હસતા-રમતા પરિવારમાં તહેવારના દિવસે જ બનેલી આ ઘટનાથી પડોશીઓ અને સગા-સંબંધીઓમાં અરેરાટી વ્યાપી ગઈ છે. હાલ મીનાબેન સિવિલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *