જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ખરાખરીનો જંગ

મનપાની 63, જિલ્લા પંચાયતની 23, તાલુકા પંચાયતની 107 બેઠકો પર ચૂંટણી : સિક્કા નગરપાલિકામાં 28 બેઠકો પર ચૂંટણી જંગ જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૈકી…

મનપાની 63, જિલ્લા પંચાયતની 23, તાલુકા પંચાયતની 107 બેઠકો પર ચૂંટણી : સિક્કા નગરપાલિકામાં 28 બેઠકો પર ચૂંટણી જંગ

જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૈકી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટેનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે જેમાં મહાનગરપાલિકાની 63 બેઠકો, જિલ્લા પંચાયતની 23 બેઠકો, તાલુકા પંચાયતની 107 બેઠકો અને સિક્કા નગરપાલિકાની 28 બેઠકો પર જંગ જામશે. જામનગર મહાનગરપાલિકા ના 16 વોટ ની 64 બેઠકો માટે ચૂંટણી 26 એપ્રિલના રોજ યોજાશે અને મતદારો 63 બેઠકો પર મતદાન કરશે અને કહી શકાય કે 260 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ પણ જામશે. વોર્ડ નંબર 14માં એક બેઠક ઉપર ભાજપના રીટાબેન જોટંગીયા બિનહરીફ જાહેર થયા છે તો બીજી તરફ સિક્કા નગરપાલિકાની 28 બેઠક માટે એસી ઉમેદવારના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા જેમાં એક પણ ઉમેદવારી પત્રક પાછું નહીં ખેંચાતા 80 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે.

જામનગર જિલ્લાની છ તાલુકા પંચાયતની કુલ 112 બેઠકો માટે ફોર્મ પાછા ખેંચ્યા બાદ હવે 344 ઉમેદવારો વચ્ચે મુકાબલો થશે તાલુકા પંચાયતમાં પાંચ બેઠક બિનહરીફ થઈ ચૂકી છે. વાત કરવામાં આવે જામનગર જિલ્લા પંચાયતની કુલ 24 બેઠકો માટેની ચૂંટણીમાં જોડિયા તાલુકાના પીઠડ ગામની એક બેઠક ઉપર ભાજપના મયુરીબેન ગોધાણી બિનહરીફ થયા છે અને હવે 23 બેઠકો માટે 76 ઉમેદવારો મેદાને છે. વિગતવાર વાત કરવામાં આવે તો જામનગર મહાનગરપાલિકાના કુલ 16 વોર્ડની 64 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. હાલ 260 ઉમેદવારો જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં મેદાને છે ત્યારે શહેરી વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જ જંગ જામશે પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી અને અપક્ષોની હાજરીના કારણે અનેક બોર્ડમાં ત્રિપાખ્યો નહીં ચાર પક્ષ વચ્ચેનો જંગ જોવા મળશે.

જામનગર જિલ્લા પંચાયતની વાત કરવામાં આવે તો અહીંની જોડિયા તાલુકાની પીઠડ બેઠક બિનહરીફ તથા ભાજપના મયુરીબેન બિનહરીફ જાહેર થયા છે ત્યારે હવે બાકી રહેતી 23 બેઠકો માટે 76 ઉમેદવારો મેદાને છે. રાજકીય વર્તુળોના જણાવ્યા અનુસાર ગ્રામ્ય સ્તરે પક્ષ કરતા જ્ઞાતિગત સમીકરણો અને સ્થાનિક પ્રશ્નો વધુ મહત્વના સાબિત થશે ત્યારે આ વખતે જિલ્લા પંચાયતની બેઠકો પરનું પરિણામ અત્યંત રસપ્રદ રહેશે એમાં કોઈ શંકા નથી.

મનપાના વોર્ડ 2માં સૌથી ઓછા 8, જ્યારે વોર્ડ 16 માં સૌથી વધુ 27 ઉમેદવારો
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી અને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સૌથી ઓછા આઠ ઉમેદવારો વોર્ડ બેમાં નોંધાયા છે અને સૌથી વધુ વોટ 16 માં 27 ઉમેદવારો નોંધાય છે. મળતી માહિતી મુજબ અલગ અલગ બોર્ડમાં વિવિધ રાજકીય પક્ષોને અપક્ષ ઉમેદવારો વચ્ચે સીધી જ ટક્કર થશે. વોર્ડ એકમાં 20 ઉમેદવારો મેદાને છે જ્યારે વોટ બેમાં માત્ર આઠ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. વોર્ડ ત્રણમાં નવ ઉમેદવાર, વોર્ડ ચારમાં 12 ઉમેદવાર, વોર્ડ પાંચમાં 11, વોર્ડ 6માં 19, વોર્ડ સાત અને આઠ બંનેમાં બાર બાર ઉમેદવારો વચ્ચે જંગ જામશે. વોર્ડ 9 મા 21 ઉમેદવારો મેદાને છે. વોર્ડ 10 અને 11માં 15- 15 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. વાત કરવામાં આવે વોર્ડ નંબર 12 માં તો અહીં 20 ઉમેદવારો વચ્ચે સીધી જ ટક્કર થશે તો વોર્ડ 13 માં 18 ઉમેદવારો અને વોર્ડ 14માં 17 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *