રેસકોર્સમાં મહિલા કારચાલકે, રિંગ રોડ પર દારૂડિયા બોલેરો ચાલકે વાહનો ઉલાળ્યા

અસહ્ય ગરમીમાં વાહનચાલકો સંયમ ગુમાવવા લાગ્યા, મવડીમાં પોલીસ અને વેપારીઓ વચ્ચે બબાલ, સેટેલાઇટ ચોકમાં સામાન્ય અકસ્માતમાં મહિલાની બઘડાટી રાજકોટમાં ટ્રાફિક નિયમન માટે પોલીસની કડક કામગીરી…

અસહ્ય ગરમીમાં વાહનચાલકો સંયમ ગુમાવવા લાગ્યા, મવડીમાં પોલીસ અને વેપારીઓ વચ્ચે બબાલ, સેટેલાઇટ ચોકમાં સામાન્ય અકસ્માતમાં મહિલાની બઘડાટી

રાજકોટમાં ટ્રાફિક નિયમન માટે પોલીસની કડક કામગીરી અને કાળઝાળ ગરમી વચ્ચે રોજેરોજ બેદરકારીથી વાહનો ચલાવી અકસ્માત સર્જવાની ઘટનાઓ બની રહી છે. તો અમૂક સ્થળે મારામારીની પણ ઘટનાઓ બની રહી છે.

છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં બેદરકારીથી વાહન ચલાવવાની તેમજ સામાન્ય અકસ્માતના કારણે બબાલની ચારેક ઘટનાઓ બની છે. જેમાં સૌથી મોટી ઘટના રાત્રે રેસકોર્સ મેદાનમાં બની હતી. જયા કાર ડ્રાઇવિંગ શિખતી એક મહિલાએ સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા ત્યા પાર્ક કરેલા 3 થી 4 વાહનોને અડફેટે લીધા હતા. જો કે, સદ્નશીબે કોઇને ઇજા થવા પામી નથી પરંતુ કાર અને ટૂ-વ્હિલર વાહનોને ભારે નુકશાન થયું હતું.

બીજી એક ઘટનામાં મોરબી રોડ ઉપર સેટેલાઇટ ચોકમાં કાર અને ટૂ-વ્હિલર વચ્ચે સામાન્ય અકસ્માતમાં કારમાં સવાર મહિલા અને હોન્ડા ચાલક વચ્ચે બબાલ થઇ હતી અને મહિલાએ બઘડાટી બોલાવી દેતા ટ્રાફિક જામ થયો હતો.

અન્ય એક ઘટના 150 ફૂટ રીંગરોડ ઉપર બની હતી. જયા ગઇકાલે રાત્રે દારૂ ઢીંચેલા યુટીલિટી ચાલકે ત્રણેક વાહનોને અડફેટે લીધા હતા. આ વાહન ચાલકે એટલો ચિક્કાર દારૂ ઢીંચ્યો હતો કે, બોલવાનુ પણ ભાન ન હતું. લોકોએ પક્ડી તેનુ નામ પૂછતા તેણે રમેશ કટારા હોવાનુ જણાવ્યુ હતું. જ્યારે મવડીમાં ગઇકાલે ટ્રાફિકના પ્રશ્ર્ને પોલીસ અને વેપારીઓ વચ્ચે બબાલ થઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *