સિનર્જી હોસ્પિટલ પાસે મિત્રના ઝઘડામાં વચ્ચે પડેલા કારખાનેદારને છરી ઝીંકતા ચાર ટાંકા આવ્યા

150 ફૂટ રીંગ રોડ અયોધ્યા ચોક પાસે આવેલી સિદ્ધિવિનાયક સોસાયટીમાં રહેતા અને મેટોડા જીઆઇડીસીમાં કારખાનું ધરાવતા સિધ્ધાર્થ મુકેશભાઇ ડાંગર(ઉ.વ.19) ગઈકાલે તેમના મિત્રો સાથે ચિનર્જી હોસ્પિટલ…

150 ફૂટ રીંગ રોડ અયોધ્યા ચોક પાસે આવેલી સિદ્ધિવિનાયક સોસાયટીમાં રહેતા અને મેટોડા જીઆઇડીસીમાં કારખાનું ધરાવતા સિધ્ધાર્થ મુકેશભાઇ ડાંગર(ઉ.વ.19) ગઈકાલે તેમના મિત્રો સાથે ચિનર્જી હોસ્પિટલ ની બાજુમાં આવેલી બેઠક નામની ચા નાસ્તાની દુકાન પર બેઠો હતો ત્યારે અગાઉ તેમની સોસાયટીમાં રહેતો જેનીસ માંડલીયા તેમના બે મિત્રો સાથે ધસી આવ્યો હતો અને મિત્ર યશ પરમારને ગાળો આપતા સિદ્ધાર્થ વચ્ચે પડતા તેમને હાથના ખભાના ભાવે છરી ઝીંકી દેતા ચાર ટાંકા આવ્યા હતા.આ મામલે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

સિદ્ધાર્થભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઇકાલ તા.24/07/2025 ના રોજ રાત્રીના આશરે સવા અગિયારેક વાગ્યાની આસપાસ હું અને મારા મિત્રો યશરાજ પરમાર, રૂૂદ્ર માંડવીયા, મયંક પાનખાણીયા અને જૈનિસ સથવારા સાથે સિનર્જી હોસ્પિટલની બાજુમાં આવેલ બેઠક નામની ચા-નાસ્તાની દુકાન પર બેઠા હતા ત્યારે અગાઉ અમારી સોસાયટીમા રહેતો જૈનિસ હર્ષદભાઇ માંડલીયા તથા તેની સાથે ત્રણેક અજાણ્યા માણસો બે એક્ટીવા પર ત્યા આવેલ અને દુકાન સામે એક્ટીવા રાખી ને મારા મિત્ર યશરાજ પરમાર ને ગાળાગાળી કરવા લાગ્યો હતો.

જેથી હુ વચ્ચે પડતા મને પણ આ લોકોએ ગાળો આપેલ અને જૈનીશ માંડલીયાએ મને એક લાફો મારી દિધેલ જેથી મે ઝગડો કરવાની ના પાડતા તેની સાથે એક્ટીવા ઉપર આવેલ અન્ય એક અજાણ્યા વ્યક્તિએ છરી કાઢી મારા જમણા હાથના ખંભા ઉપર છરીનો એક ઘા મારી દિધેલ જેથી અમે બુમાબુમ થતા આ જૈનિસ માંડલીયા અને તેની સાથેના અજાણ્યા ત્રણેય વ્યક્તિઓ તેમના એક્ટીવા લઇ ત્યાથી ભાગી ગયેલા અને મને હાથમાં ખંભાના ભાગે લોહી નિકળતુ હોય જેથી મને સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયેલા જ્યા ખંભા ઉપર ચાર ટાંકા આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *