ગોંડલમાં દારૂૂના નશામાં ઘર પાસે ગાળો બોલતા શખ્સને ટપારતા યુવાન પર નસેડી શખ્સે હુમલો કરી માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલમાં રહેતા મેહુલ કમલેશભાઈ પુનતિયા નામનો 20 વર્ષનો યુવાન રાત્રીના સાડા સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતો. ત્યારે ભાવેશ નામના શખ્સે નજીવા પ્રશ્ને ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં હુમલાખોર ભાવેશ દારૂૂના નશામાં ઘર પાસે ગાળો બોલતો હતો જેથી મેહુલ પુનતીયાએ ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા ભાવેશે દારૂૂના નશામાં માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં વાંકાનેરના વનેગઢ ગામે રહેતા દેવરાજ હસમુખભાઈ રાઠોડ નામનો યુવાન ચાર દિવસ પૂર્વે પોતાની વાડીએ હતો ત્યારે પાણીના બદલે ભૂલથી ઝેરી દવા પી લીધી હતી યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
