કોઠારીયામાં સ્વાતી મેઈન રોડ પર ખોડલધામ એવન્યુમાં રહેતાં કિર્તીબેન (ઉ.વ.25)એ પતિ-વિમલ પોકીયા, સસરા-ચંદુભાઈ, સાસુ-લીલાબેન, કાકાજી સસરા જેન્તીભાઈ અને કાકીજી સસરાની પુત્રી તૃનેક્ષાબેન (રહે. બધા લીલાપુર, જસદણ)ની સામે ઘરકામ અને ઘરખર્ચ બાબતે મેણા-ટોણા મારી ત્રાસ ગુજાર્યાની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
કિર્તીબેને પોલીસને જણાવ્યું કે, તેના લગ્ન 2021માં થયા હતા. સંતાનમાં 1 પુત્રી છે. લગ્નજીવન છએક માસ ચાલ્યા બાદ પતિ દારૂૂ પી ઘરે આવી ગેલરીમાં પુરી ઝઘડો કરવા લાગ્યો હતો. તેણે બૂમાબૂમ કરતા પાડોશીઓએ બહાર કાઢી હતી. તેમજ પતિ દારૂૂ પી અવાર-નવાર ઝઘડો કરતો હતો. તેને દારૂૂ પીવાની ના પાડતા તે હું દારૂૂ તો નહીં જ મુકુ, તારે તારા મમ્મીના ઘરે જવું હોય તો જતી રહે’ તેમ કહેતો હતો.
પતિને અન્ય યુવતી સાથે આડા સંબંધ હોવાની ખબર પડતા તેને પૂછતા ‘હવે આવુ નહી થાય’ તેમ કહેતાં પરંતુ તે ફરી અન્ય યુવતી સાથે વાતચીત કરતો હતો. તે શનિ-રવીની રજામાં ગામડે આટો મારવા જતા ત્યારે સાસુ-સસરા, કાકાજી ઘરકામ બાબતે રોકટોક કરી તને ઘરકામ આવડતુ નથી, તારે આપણા ભાઈઓના મહિલા સાથે નહીં બોલવાનું’ તેમ કહેતા હતા.તેના ઘરકામ કાકાજી સસરાની પુત્રીનું તે ગામડે જાય ત્યારે તમારે જસદણ જ રહેવાનું, અહીં તમારૂૂ ઘર નથી, અમે જેમ અહીં કહેશુ તેમ જ કરવુ પડશે,તેમ કહી ખરાબ વર્તન કરતી હતી.
છેલ્લે સાડા ત્રણેક માસ પહેલાં કાકાજીની પુત્રીએ તેના માતાને ફોન કરી તમારી દિકરીથી ઘર ચાલે તેમ
નથી, તમે તમારી દિકરીને તેડી જાવ, હું મારા ભાઈને સાચવી લઈશ. કહી ફોનમાં જેમફાવે તેમ બોલવા લાગી હતી. જેથી તેણે આ બાબતે પતિને વાત કરતા તેણે તું અત્યારે મમ્મીના ઘરે જતી રહે, દિવાળી વેકેશન આવશે ત્યારે તેડી જઈશ’ કહ્યું હતું.પરંતુ પતિ તેડવા આવ્યો ન હતો. પતિ અન્ય યુવતી સાથે રહેવા લાગતા તેની જાણ થતા તે જસદણ ઘરે ગઈ હતી. જેથી તેણે પોલીસમાં અરજી કરી હતી. આ અંગે સમાધાનના અનેક પ્રયાસ કર્યા છતાં સાસરીયાઓ જવાબ નહીં આપતા ફરિયાદ નોંધાવી હતી.
