ઉના બસ સ્ટેશનમાં ડ્રાઇવરે દારૂ મંગાવી ગટગટાવ્યો

ઉના એસટી ડેપોમાં જૂનાગઢ-રાજુલા રૂૂટની એસટી બસના ડ્રાઈવરને જાહેરમાં વિદેશી દારૂૂની ડિલિવરી આપવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી છે. વીડિયો સામે…

ઉના એસટી ડેપોમાં જૂનાગઢ-રાજુલા રૂૂટની એસટી બસના ડ્રાઈવરને જાહેરમાં વિદેશી દારૂૂની ડિલિવરી આપવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી છે. વીડિયો સામે આવ્યા બાદ એસટી વિભાગના અધિકારીઓએ સમગ્ર મામલા ને ગંભીરતાથી લઈ બસ રાજુલા પહોંચ્યા બાદ ડ્રાઈવર નું આલ્કોહોલ ટેસ્ટ કરાવ્યું હતું. ટેસ્ટમાં 0.35 MG/ 100ML રીડિંગ આવતા રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, ગઈકાલે સાંજના આશરે 6 વાગ્યાના સમયે જૂનાગઢથી રાજુલા જતી એસટી બસ ઉના ડેપો ખાતે આવી પહોંચી હતી. બસનો આશરે 10 મિનિટનો વોલ્ટ હતો. આ દરમિયાન બસના ચાલક ભૂપતભાઈ ડાભીએ કથિત રીતે કોઈ દારૂૂ સપ્લાયરનો સંપર્ક કરી વિદેશી દારૂૂ મંગાવ્યો હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ એક શખ્સ દ્વારા જાહેરમાં બસના ડ્રાઈવરને દારૂૂની ડિલિવરી આપવામાં આવી હોવાનો વીડિયો કોઈ વ્યક્તિએ કારમાં બેસીને મોબાઇલ ફોનમાં રેકોર્ડ કર્યો હતો.

આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ મામલો ઉના એસટી ડેપો મેનેજર મકવાણા સુધી પહોંચ્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બસ રાજુલા જવાની હોવાથી તેમણે રાજુલા ડેપો મેનેજર મમતાબેન જોશીને તાત્કાલિક જાણ કરી હતી. બસ રાજુલા પહોંચ્યા બાદ પંચોની હાજરીમાં ડ્રાઈવરનું આલ્કોહોલ ટેસ્ટ કરવામાં આવ્યું હતું. જેમાં „ 0.35 MG/100ML રીડિંગ આવતા ડ્રાઈવરે કેફી પીણું પીધું હોવાનું સામે આવ્યું હતું. આ અંગે રાજુલા પોલીસને જાણ કરવામાં આવતા ડ્રાઈવર ભૂપતભાઈ ડાભી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *