રાજકોટ નજીક પાળ પીપળીયા ગામે અવધ રેસીડન્સીમાં રહેતી પરણીતા ઉપર તેના માતાના પ્રેમીએ ઘરે આવી હુમલો કરી ધમકી આપતા પરિણીતાએ શાપર ખાતે દાદાના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ અંગે લોધીકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પિતાને ઘરેથી કાઢી મૂકી પ્રેમી સાથે રહેતી માતાને સાથે નહી રાખવા માટે તેના પ્રેમીને સમજાવવા ગયેલી પુત્રી સાથે ઝગડો કર્યો હતો.
મળતી વિગતો મુજબ રાજકોટ નજીક પાળ પીપળીયા ગામે અવધ રેસીડન્સીમાં બ્લોક નંબર 157માં રહેતી અને ઘરકામ કરતી દિક્ષિતાબેન આનંદભાઈ ખારેચાએ કરેલી ફરિયાદમાં માતાના પ્રેમી આદર્શ સોસયટીમા રેહતા સંજય રામભાઈ વાળાનું નામ આપ્યું છે. ફરિયાદમાં દિક્ષિતાબેને જણાવ્યું કે, તેના લગન ને દોઢક વર્ષ થયેલ છે. ગઈ તા.03/03/2025 ના રોજ તે ઘરે હાજર હતી અને પતિ આનદભાઈ મજુરી કામ થી બહારગામ ગયેલ હોય અને ઘરે એકલી હતી ત્યારે રાત્રીના એકાદ વાગ્યે માતા આશાબેન ચુડાસમા ના પ્રેમી આદર્શ સોસયટી મા રહેતા તેના મિત્ર સંજયભાઈ ઘર પાસે આવેલ અને કહેલ કે તારો ઘરવાળો કયા છે જેથી દિક્ષિતાબેને તે બહારગામ ગયેલ હોવાનું જણાવ્યું હતું. સંજયે કહેલ કે તુ મને ફોનમા કેમ ગાળો આપતી જતી જેથી મે કહેલ કે તમે મારા પતિ ને ફોનમા ગાળો આપતા હતા જેથી મે ફોન કરેલ હતો જેથી સંજય વાળા એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને દિક્ષિતાબેનને ભુડા બોલી ગાળો આપી ધકકો મારી પછાડી દઈ ઝાપટ અને ઢીકાપાટુનો માર માર્યો હતો.
દેકારો થતા પાછળના રૂૂમમાથી નણદ સતોષબેન ખારેચા આવી ગયેલ અને તેને છોડાવેલ અને સજય વાળએ મને કહેલ કે તારી માતા આશાબેન મને અહી મોકલેલ છે,તારા પતિને બોલાવ આજતો તમો બન્ને ને મારી નાખવા છે. ઘટના વખતે બાજુમાથી કાકા રાહુલભાઈ ધીરૂૂભાઈ ચુડાસમા તથા મામા કમલેશભાઇ સુરેશભાઈ વાઘેલા આવી જતા દિક્ષિતાના પતિ આનદભાઇ ને ફોનથી બનાવની જાણ કરેલ હતી અને સારવાર માટે શાપર સરકારી હોસ્પીટલે સારવાર માટે ખસેડી હતી. આ બનાવનુ કારણ એ છે કે દિક્ષિતાબેનની માતા આશાબેને તેના પતિ બિપીનભાઈ ને ઘરેથી કાઢી મુકેલ હોય અને મકાન આશાબેન ના નામે હોય, આશાબેનને સંજયભાઈ વાળા સાથે પ્રેમ સબંધ હોય અને તે સજયને તેના ઘરે સાથે રાખતી હોય દિક્ષિતાએ સજય ને માતા આશાને સાથે રાખવાની ના પાડતી હોય જેનો ઝગડો થયો હતો. આશાબેન તથા સજયભાઈ વાળા સાથે સમાધાનની વાતચીત ચાલતી હતી. જેથી દિક્ષિતાએ પોલીસ ફરીયાદ કરેલ ન હતી. પરંતુ બાદ દિક્ષિતા તેના દાદા ગોપાલભાઇ ચુડાસમાના ઘરે હોય આ સજયે ત્યાં આવી ધમકી આપેલ હોય જેથી દિક્ષિતાએ શાપર બુધ્ધનગરમા દાદાના ઘરે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. આ બનાવ અંગે દિક્ષિતાની ફરિયાદ ને આધારે પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂૂ કરી છે.
