ગોપાલ ચોક પાસે ડામરનું તોતિંગ પોપડું ઉલળ્યું

સામાન્ય વરસાદમાં પણ ડામર ઉખડીને વહેવા લાગ્યો શહેરમાં છેલ્લા બે દિવસથી પડેલા ભારે વરસાદના કારણે રસ્તાઓની સ્થિતિ ખૂબ દયનીય બની છે. ખાસ કરીને દરવર્ષે સાધુ…

સામાન્ય વરસાદમાં પણ ડામર ઉખડીને વહેવા લાગ્યો

શહેરમાં છેલ્લા બે દિવસથી પડેલા ભારે વરસાદના કારણે રસ્તાઓની સ્થિતિ ખૂબ દયનીય બની છે. ખાસ કરીને દરવર્ષે સાધુ વાસવાણી રોડ પર વરસાદી પાણી ભરાતા ધસમસતા વોકળા જેવી સ્થતિ સર્જાય છે ત્યારે બે દિવસ પહેલા આવેલા વરસાદમા ગોપાલ ચોક વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ ફરી સર્જાઈ હતી.

વરસાદના કારણે રોડ પરનું ડામર મોટુ ગાબડુ પાણીમા ઉખડીને પહેલા ઉંચાઈ પકડીને રોડ પરથી તણાતુ જોવા મળ્યું અને સાથે સાથ પાણીના ભારે પ્રવાહમાં એક સ્કૂટર તણાઈ ગયું. સ્થાનિક લોકો અને જાગૃત નાગરિકો એ ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો જે વાઈરલ થયો છે. આ ઘટનાથી રાજકોટ મહાનગરપાલિકા (મનપા)ની કામગીરી પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. લોકોના આક્ષેપ છે કે રસ્તા બનાવવા માટે બાંધકામ કરાવતી એજન્સીઓ હલકી ગુણવત્તાના મટિરિયલનો ઉપયોગ કરે છે અને વરસાદી પાણીનો નિકાલની મહાનગરપાલિકા પાસે કોઈ બ્લૂ પ્રિન્ટ ના હોવાથી રસ્તાઓની સ્થિતિ વોકળા કરતા વધુ ભયાનક બને છે વાહનચાલકો માટે ક્યારેય જોખમી બની શકે છે. ચોમાસાની ઋતુની શરૂૂઆતમા જ રાજકોટના રસ્તાઓની હાલત કફોડી બની છે તો હજુ આખુ ચોમાસુ કેમ કાઢીશુ તેવા વેધક સવાલો કર્યા હતા. રોડની બિસ્માર સ્થિતિથી લોકોમા આક્રોશ સોશિયલ મીડિયા પર છલકાઈ રહ્યો છે, જ્યાં રોજ નવી તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા છે છે. લોકોની સતત વધતી જાગૃતતા હવે રાજકોટ મનપા તંત્ર માટે પડકારરૂૂપ બની રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *