કચ્છના રાપરમાં પ્રેમીયુગલે વીજપોલ પર સજોડે ગળાફાંસો ખાધો

બંન્નેના મોત, પોસ્ટમોર્ટમ કરાવાયું રાપર તાલુકાના પલાંસવા ગામની સીમમાં એક પ્રેમી યુગલે આપઘાત કરી લીધો છે. ગાગોદર કેનાલની બાજુમાં નોંઘાભાઈ માળીના ખેતરમાંથી બન્નેના મૃતદેહ મળી…

બંન્નેના મોત, પોસ્ટમોર્ટમ કરાવાયું

રાપર તાલુકાના પલાંસવા ગામની સીમમાં એક પ્રેમી યુગલે આપઘાત કરી લીધો છે. ગાગોદર કેનાલની બાજુમાં નોંઘાભાઈ માળીના ખેતરમાંથી બન્નેના મૃતદેહ મળી આવ્યા છે. અમરાપર ગામની 19 વર્ષીય જમનાબેન ખેતા કોલી અને 30 વર્ષીય કાનજી દેવા કોલી પોતાના ઘરેથી કોઈને જાણ કર્યા વિના નીકળી ગયા હતા. પરિવારજનોએ શોધખોળ કરી હતી પરંતુ બન્નેનો કોઈ પત્તો મળ્યો ના હતો.

આ દરમિયાન લાપતા બન્નેના મૃતદેહ નિર્જન સ્થળે ઝાડ વચ્ચેના વિજપોલની સામસામે એકજ કપડાં વડે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણમાં બન્નેએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આડેસર પોલીસે બન્નેના પોસ્ટમોર્ટમ કરાવ્યા છે. પીઆઈ જે.એમ.વાળાએ અકસ્માત મોતની નોંધ દાખલ કરી આગળની તપાસ શરૂૂ કરી છે. મોટી વાગડ વિસ્તારમાં આ પ્રકારની સજોડે આત્મહત્યાની ઘટનાઓ અગાઉ પણ બની ચૂકી છે. આ ઘટનાથી વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *