વાવડીમાં દંપતી વચ્ચે ઝઘડો થતા મોટાભાઇએ લાકડી વડે માર માર્યો, વાહનોમાં તોડફોડ

રાજકોટ શહેરમાં વાવડીમાં મોટાભાઇના ઘરે બેસવા ગયેલા દંપતિ વચ્ચે ઘરે જવા મામલે ઝઘડો થતા મોટાભાઇએ તેના નાનાભાઇને લાકડી વડે માર માર્યો હતો. જેથી તેમને સારવાર…

રાજકોટ શહેરમાં વાવડીમાં મોટાભાઇના ઘરે બેસવા ગયેલા દંપતિ વચ્ચે ઘરે જવા મામલે ઝઘડો થતા મોટાભાઇએ તેના નાનાભાઇને લાકડી વડે માર માર્યો હતો. જેથી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટના અંગે તાલુકા પોલીસ સ્ટાફે ફરિયાદ નોંધવા તજવીજ શરૂ કરી છે.

વાવડીમાં રહેતા રોહીતભાઇ રૂપસિંગભાઇ પરમાર નામના 23 વર્ષના યુવક પોતાના ઘરે હતો ત્યારે તેમના ભાઇ રમેશભાઇ અને ભાભી રજૂબેને ઝઘડો કરી લાકડી વડે માર માર્યો હતો. આ ઘટનામાં તેમણે જણાવ્યુ હતુ કે, મોટાભાઇ રસીકના ઘરે આટો મારવા આવ્યા ત્યારે રોહીત અને તેમની પત્ની સારદાબેનને સાથે ઘરે જવા બાબતે બોલાચાલી થઇ હતી જેના કારણે ઝઘડો થતા ત્યા હાજર તેમના મોટાભાઇ રમેશભાઇ રૂપસિંગ અને તેમની પત્ની રજૂબને લાકડી વડે માર માર્યો હતો. રોહિતે જણાવ્યુ હતુ કે પોતે ભંગારનો ધંધો કરે છે અને આ મારામારી દરમ્યાન ભાઇ અને ભાગીએ રીક્ષા અને બાઇકમાં પણ તોડફોડ કરી હતી. આ અંગે રાજકોટ તાલુકા પોલીસના સ્ટાફે તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *