મૂળ અમરેલીના કલાસ વન અધિકારીનો આર્થિક ભીંસ અને લોનના દેવાથી કંટાળી આપઘાત

ભરૂૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી રામેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા એક યુવા સરકારી અધિકારીના કરુણ અવસાનથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. જીવનના અનેક સપનાઓ અને…

ભરૂૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી રામેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા એક યુવા સરકારી અધિકારીના કરુણ અવસાનથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. જીવનના અનેક સપનાઓ અને જવાબદારીઓ વચ્ચે આર્થિક બોજ સામે ઝઝૂમતા અધિકારીએ અંતે જીવનયાત્રા સમાપ્ત કરી લેતા તેમના પરિવારજનો સહિત સહકર્મચારીઓમાં ભારે દુ:ખની લાગણી વ્યાપી છે.

મળતી માહિતી મુજબ, પિયુષભાઈ ઉકાણી એક મહિના અગાઉ જ બદલી થઈ આયોજન વિભાગમાં ક્લાસ-વન અધિકારી તરીકે ફરજ હાજર થયા હતા અને ઝાડેશ્વરની રામેશ્વર પાર્ક સોસાયટીમાં ભાડાના અ-12 નંબરના મકાનમાં રહેતા હતા.આજે સવારે તેઓ ઘરે એકલા હતા ત્યારે તેમનું નિર્જીવ દેહ મળતા સોસાયટીમાં ચકચાર મચી જવા પામી હતી.

ઘટનાની જાણ મકાન માલિક દ્વારા સી-ડિવિઝન પોલીસને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને એક સુસાઈડ નોંધ મળી આવી હતી. તેમાં તેઓએ આર્થિક સંકટ, લોન અને ક્રેડિટ કાર્ડના વધતા દેવાના બોજને કારણે તેઓ ભારે માનસિક તણાવ અનુભવી રહ્યા હોવાનું ઉલ્લેખિત હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

પોલીસે જરૂૂરી કાર્યવાહી બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો અને તેમના પરિવારજનોને ઘટનાની જાણ કરવામાં આવી હતી. યુવા વયે સરકારી સેવામાં જોડાયેલા અધિકારીના આકસ્મિક અવસાનથી સહકર્મચારીઓ અને પરિચિતોમાં પણ શોકની લાગણી પ્રસરી ગઈ છે.સી-ડિવિઝન પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

સી-ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એન.આર. ચૌધરીએ જણાવ્યું હતું કે, આપઘાત કરનાર ક્લાસ-વન અધિકારી મૂળ અમરેલી જિલ્લાના વતની હતા. તેઓ ભરૂૂચમાં ભાડાના મકાનમાં રહેતા હતા, જ્યારે તેમના પત્ની સુરત ખાતે રહે છે. ઘટનાના સમયે તેમના પત્ની સુરત ગયા હોવાથી અધિકારી ઘરે એકલા હતા. આ દરમિયાન તેમણે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *