અનિડા (વાછરા) ગામે બોલેરોની ઠોકરે બાઈક ચડી જતાં ધો.11ના છાત્રનું મોત

લોધિકા નજીક અનિડા (વાછરા) ગામે બોલેરોની ઠોકરે બાઈક ચડી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક ધો.11ના છાત્રનું ગંભીર ઈજા થતાં સારવાર દરમિયાન રાજકોટ હોસ્પિટલમાં…

લોધિકા નજીક અનિડા (વાછરા) ગામે બોલેરોની ઠોકરે બાઈક ચડી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક ધો.11ના છાત્રનું ગંભીર ઈજા થતાં સારવાર દરમિયાન રાજકોટ હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. મૃતક કાલાવડના કાળમેઘડા ગામે રહેતો હતો અને કોલીથડ સ્કૂલમાં અભ્યાસ કરતો હોય જ્યાંથી ઘરે જતાં રસ્તામાં જ કાળ ભેટી જતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ, કાલાવડ તાલુકાના કાળમેઘડા ગામે રહેતો હુસેન રજાકભાઈ નકાણી (ઉ.17) નામનો સગીર ગઈકાલે બપોરે પોતાનું બાઈક લઈ જતો હતો ત્યારે અનિડા (વાછરા) ગામે પાવર હાઉસ નજીક પહોંચતાં પુરપાટ ઝડપે આવતાં બોલેરોના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં સગીર બાઈક ચાલક હુસેનને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થતાં સારવાર માટે પ્રથમ ગોંડલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર કારગત ન નિવડતાં આજે બપોરે તેનું હોસ્પિટલના બીછાને મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી અકસ્માત સર્જનાર બોલેરો ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં મૃતક હુસેન બેભાઈમાં મોટો અને કોલીથડ ગામે આવેલી જે.બી.કોટક સ્કૂલમાં ધો.11 કોમર્સમાં અભ્યાસ કરતો હતો. ગઈકાલે તે સ્કૂલેથી છુટીને કાળમેઘડા ઘરે જતો હતો ત્યારે રસ્તામાં જ અકસ્માત સર્જાયો હતો. આ બનાવથી પરિવારજનોમાં કરૂણ કલ્પાંત છવાઈ જવા પામ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *