શહેરના કુવાડવા રોડ પર આવેલા 80 ફુટ રોડ બોમ્બે એપાર્ટમેન્ટ નજીકથી પસાર થઇ રહેલા વૃધ્ધાના ગળામાંથી પતિની નજર સામે બાઇક પર આવેલા બે શખ્સોએ 9પ હજારના સોનાના ચેઇનની ચીલઝડપ કરતા બી ડીવીઝન પોલીસના એએસઆઇ કે. વી. ગોહેલ સહીતના સ્ટાફે ફરીયાદ નોંધી બંને શખ્સોને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.મળતી માહીતી મુજબ કુવાડવા રોડ પર ફોર્ઝ એન્ડ ફોર્ઝ કંપની પાછળ અંબીકા રેસીડેન્સીમા રહેતા અને નિવૃત જીવન જીવતા ભરતભાઇ ઓધવજીભાઇ પડીયા (ઉ.વ. 69) ગઇ તા 13 ના રોજ સ્કુટર લઇ તેમના પત્ની રંજનબેન સાથે સાળાના દિકરી પરેશભાઇ દુબલ કે જેઓ જુના મોરબી રોડ પર ગીરીરાજ પાર્ટી પ્લોટ પાછળ સદગુરુ પાર્ક શેરી નં 1 મા રહે છે ત્યા આટો મારવા ગયા હતા.
ત્યારબાદ ત્યાથી જમીને પરત આવતા હતા તે દરમ્યાન કુવાડવા રોડ પર 80 ફુટ રોડ બોમ્બે એપાર્ટમેન્ટ નજીક પહોંચતા બે શખ્સો બાઇક પર આવ્યા હતા અને તેમણે રંજનબેનના ગળામાથી સોનાના પેન્ડલવાળો દોઢ તોલાનો સોનાનો ચેઇન જેની કિંમત રૂ. 9પ હજાર થાય જે ઝુટવી લીધો હતો અને બંને આરોપી ત્યાથી ફરાર થઇ ગયા હતા. આ મામલે બી ડીવીઝન પોલીસમા એએસઆઇ કે. વી. ગોહીલ અને સ્ટાફે આરોપીને પકડવા તજવીજ શરુ કરી છે.