સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસેથી વૃધ્ધાના ગળામાંથી એક લાખના ચેઇનની ચીલઝડપ

રાજકોટ શહેરમા મહીલાઓનાં ગળામાથી સોનાનાં ચેઇનની ચીલઝડપ કરી આતંક મચાવનાર સમડીને પોલીસે ઝડપી પાડી હતી અને 8 થી વધુ ગુનાનાં ભેદ ઉકેલ્યા હતા. ત્યા વધુ…

રાજકોટ શહેરમા મહીલાઓનાં ગળામાથી સોનાનાં ચેઇનની ચીલઝડપ કરી આતંક મચાવનાર સમડીને પોલીસે ઝડપી પાડી હતી અને 8 થી વધુ ગુનાનાં ભેદ ઉકેલ્યા હતા. ત્યા વધુ એક સમડી સક્રીય થઇ હોવાનુ જાણવા મળી રહયુ છે જેમા સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસેથી પસાર થતા વૃધ્ધાનાં ગળામાથી રૂ. 1 લાખનાં સોનાનાં ચેઇનની અજાણ્યા બાઇક સવાર ચીલઝડપ કરતા મામલો પોલીસમા પહોંચ્યો છે આ ઘટનામા પોલીસે વધુ તપાસ શરૂ કરી ચીલઝડપ કરનાર શખસને શોધવા તજવીજ આદરી છે .

વધુ વિગતો મુજબ મવડી કણકોટ રોડ સ્મશાન સામે ક્રિસ્ટલ હેવન ફલેટ નં ડી 1002 મા રહેતા વીણાબેન દીનેશભાઇ પટેલ (ઉ.વ. 6ર) એ પોતાની ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેમનો પુત્ર કેયુર સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાછળ શ્યામલ કુંજમા તેનાં ફેમીલી સાથે રહે છે અને દીકરી કીંજલ બેંગલોર નોકરી કરે છે.

અને ત્યા રહે છે. તેમજ પોતે અને પતિ નિવૃત જીવન જીવી રહયા છે. ગઇ તા. 22 નાં રોજ વીણાબેન અને તેના પતિ દીનેશભાઇ તેમનાં ઘરેથી જેઠ વિનોદભાઇનાં ઘરે કટારીયા શોરૂમની પાછળ આવેલા તુલસી હાઇટસ ખાતે જતા હતા ત્યારે તેમનાં પતિ બાઇક ચલાવતા હતા અને પોતે પાછળ બેઠા હતા. સાંજનાં પાંચેક વાગ્યાની આસપાસ સ્પીડવેલ પાર્ટી પ્લોટનાં બીજા ગેટ પાસે પહોંચતા તેઓની પાછળ અચાનક એક બાઇક ચાલક આવ્યો હતો અને તેનુ બાઇક ફરીયાદીનાં બાઇક સાથે ચલાવી ફરીયાદી વીણાબેને ગળામા પહેરેલ રૂ. 1 લાખનાં સોનાનાં ચેઇનની માળા ઝુટવી પુરઝડપે બાઇક ચલાવી પરસાણા ચોક તરફ જતો રહયો હતો.

ત્યારબાદ વીણાબેનનાં પતિએ પોતાનુ બાઇક સાઇડમા ઉભુ રાખી અને તેમણે તેમનાં પુત્ર કેયુરને ફોન કરી બોલાવ્યો હતો અને બાદમા કેયુર ત્યા આવ્યો અને ત્યારબાદ તેઓ કેયુરનાં ઘરે જતા રહયા હતા . ત્યારબાદ આ હકીકત તેમનાં પુત્રને જણાવ્યા બાદ તાલુકા પોલીસ મથકમા ચીલઝડપ અંગેની ફરીયાદ નોંધાવી હતી . આ મામલે તાલુકા પોલીસ મથકનાં સ્ટાફે ગુનો નોંધી સીસીટીવી ફુટેજનાં આધારે આરોપીને સકંજામા લેવા તજવીજ શરૂ કરી છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *