ભાઇ-બહેનના પવિત્ર સંબંધને લાંછન લગાડતો કિસ્સો : જસદણમાં બહેન પર કૌટુંબિક ભાઇનું દુષ્કર્મ

રાજકોટના જસદણમાં સંબંધોને લાંછન લગાડનાર વધુ એક કિસ્સો સામે આવ્યો છે. થોડા દિવસ અગાઉ પિતા-પુત્રીના સંબંધને કલંક લગાડતી ઘટનાએ બધાને હચમચાવી દીધા હતા. એક પિતાએ…

રાજકોટના જસદણમાં સંબંધોને લાંછન લગાડનાર વધુ એક કિસ્સો સામે આવ્યો છે. થોડા દિવસ અગાઉ પિતા-પુત્રીના સંબંધને કલંક લગાડતી ઘટનાએ બધાને હચમચાવી દીધા હતા. એક પિતાએ પોતાની જ પુત્રીને હવસનો શિકાર બનાવી હતી. ત્યારે આજે જસદણની દુષ્કર્મની ઘટનાએ ફરી એક વખત સંબંધોને લાંછન લગાડ્યું.

જસદણમાં કહેવાતા ભાઈએ બહેનને ભોળવી દુષ્કર્મ આચર્યું. કૌટુંબિક ભાઈના કાળા કરતૂતની સજા અપાવવા બહેને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જસદણમાં ભાઈએ બહેન સાથે મિત્રતા કેળવી દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી. કૌટુંબિક ભાઈએ યુવતીના ભોળપણાના લાભ લઈ મિત્રતા કેળવી. મિત્રતા થયા બાદ કહેવાતા કૌટુંબિક ભાઈ-બહેન ફરવા લાગ્યા. દરમ્યાન યુવતી પોતાના સંકજામાં આવી ગઈ હોવાનું એક દિવસ કહેવાતા કૌટુંબિક ભાઈએ ફોટા બતાવવાની ધમકી આપી બહેન પર દુષ્કર્મ આચર્યું. કૌટુંબિક ભાઈ દ્વારા અલગ-અલગ જગ્યાએ લઈ દુષ્કર્મ કરાતા બહેને પોલીસમાં ફરિયાદ નોંધાવી. દુષ્કર્મનો ભોગ બનનાર પીડિતાની ફરિયાદ પર આરોપીની અટકાયત કરી.જસદણ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી.

અગાઉ પણ જામનગરમાં કૌટુંબિક ભાઈએ પોતાની બહેનને હવસનો શિકાર બનાવી. બહેનને મોબાઈલની લાલચ આપી પ્રેમ સંબંધ બાંધ્યો અને બાદમાં ધમકી આપી દુષ્કર્મ આચર્યું. આજે અવારનવાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવવા લાગી છે. વૃદ્ધા પર ચોરનું દુષ્કર્મ અને પુત્રી પર પિતાનું દુષ્કર્મના કિસ્સા હજુ ભૂલાયા નથી ત્યાં કૌટુંબિક ભાઈએ પોતાની જ બહેન પર દુષ્કર્મની ઘટનાએ સમાજ સામે મોટો સવાલ ઉભો કર્યો છે. વધતી દુષ્કર્મ ઘટનાઓ સમાજ માટે મોટો પડકાર બની છે.

દુષ્કર્મના મોટાભાગના કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે પારકા નહીં પરંતુ પોતાના કહેવાતા મિત્રો અને સંબંધીઓ જ સગીર, યુવતી કે મહિલાઓ પર બળાત્કાર કરે છે. આજની દરેક માતાએ પોતાની પુત્રીને કોઈના પર પણ વિશ્વાસ નહીં કરવાનું શીખવાડવું પડશે.દુષ્કર્મની સજાના આરોપીને ફાંસીની સજા તેમજ આજીવન કેદ જેવી ગંભીર સજા મળે છે. સગીર પર કરાતા બળાત્કારના અપરાધીઓને પોક્સો હેઠળ મોતની સજા આપવામાં આવે છે. દુષ્કર્મના આરોપીને આવી ગંભીર સજા મળતી હોવા છતાં દિવસેને દિવસે ગુનાનું પ્રમાણ વધ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *