ટોળકીના પાંચેય શખ્સો સામે 33 ગુના, ચારને સકંજામાં લઇ કાયદાનું ભાન કરાવ્યું
જુનાગઢ રેન્જ ડી.આઈ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિસ્તારમાં સંગઠિત ગુના આચરતા ટોળકીને નિયંત્રણમાં લેવા માટે અસંખ્ય ગુન્હા આચરતા શખ્સો નો ગુન્હાહિત ઇતિહાસ મેળવી અને આવા ગુન્હાઓ કરવામાં તેને અન્ય કયા કયા આરોપીઓની મદદ મેળવી તથા કોની કોની સાથે તે સળંગ ગુન્હાઓ આચરે છે તેની માહિતી મેળવવા સુચના આપેલ જે અન્વયે એલ. સી.બી. ના પો.ઇન્સ. એસ. વી. રાજપુત, પો.સબ ઇન્સ. એ.સી. સિંધવ, એચ.એલ.જેબલીયા એ અતિ ગુપ્ત રાહે આવા ગુના આચરતા ટોળકી બાબતે ઇ-ગુજકોપ દ્વારા માહિતી મેળવવામાં આવેલ જેમા વેરાવળ તાલુકા-શહેર તથા પ્રભાસ પાટણ અને ગીર સોમનાથ જિલ્લાના તાલુકા તથા શહેરોમાં અને આજુબાજુના વિસ્તારમાં તેમજ અન્ય જિલ્લાના વિસ્તારમાં આ ગુનેગાર શખ્સો એ છેલ્લા ઘણા વર્ષોથી પોતાના ગુનેગાર સાગરીતો સાથે મળીને ગેરકાયદેસર રીતે વિદેશી દારૂૂની આયાત, સંગ્રહ અને વેચાણ માટે હેરાફેરી કરી મોટા પ્રમાણમાં પ્રોહી જથ્થો રાખી ગુનો આચરવા માટે સંગઠિત ગુના આચરતા ટોળકી”organized crime syndicate “” બનાવેલ છે અને આ ટોળકીના મુખ્ય ગેંગ લીડર-રોહિત ઉર્ફે રેમ્બો રમેશભાઈ બારીયા ઉ.વ.29 ધંધો. ગેરેજ કામ, રહે.વેરાવળ. વાળો સંગઠિત ગુના આચરતા ટોળકીના મુખ્ય સૂત્રધાર છે.
તેને છેલ્લા ઘણા વર્ષોથી ગુનેગાર સાગરીતો સાથે મળીને નાણાકીય લાભ મેળવવાના હેતુથી બહારના રાજ્ય હરિયાણા, રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, મધ્ય પ્રદેશ, કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ, દમણ અને ગોવા જેવા રાજ્યો, સંઘ પ્રદેશોમાંથી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂૂની મોટા પ્રમાણમાં આયાત કરી તથા સંગ્રહ અને વેચાણ કરી પોતાના આર્થીક ફાયદા સારૂૂ ગુન્હાઓ આચરવા સંગઠિત ગુના આચરતા ટોળકી બનાવેલ છે. જે ટોળકીના સભ્યો દ્વારા આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિમાંથી કમાયેલ નાણા માંથી કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરતા નથી અને દેશના અર્થતંત્રને નુકસાન પહોંચતા હોય અને કાળા નાણા માં વધારો કરતા હોય અને આ ગેંગના તમામ સાગરીતોએ છેલ્લા ઘણા સમયથી પ્રોહી ધારા અનેક ગુનાઓ આચરેલ છે.
અને અનેક ગુનાઓમાં સંડોવાયેલ છે જે ગુનેગાર ટોળકીના ગેંગ લીડર રોહિત ઉર્ફે રેમ્બો રમેશભાઈ બારીયા કોળી ઉ.વ.29, ધંધો ગેરેજકામનો, રહે.વેરાવળ, મોટા કોળીવાડા બારીયા શેરી જુના ગરબી ચોક પાસે, વેરાવળ વાળો (ગેંગ લીડર) અને તેની ટોળકી મળી કુલ-05 સભ્યો વિરૂૂધ્ધ તેના ગુન્હાહિત ઇતિહાસ આધારે વેરાવળ સીટી પોલીસમાં ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (GUJCTOC) એકટ-2015 ની કલમ-3(1)ની પેટા કલમ-(2) તથા કલમ-3(2) તથા કલમ-3(4) મુજબનો ગુન્હો નોંધી કુલ 05 આરોપીઓમાં (1) રોહિત ઉર્ફે રેમ્બો રમેશભાઈ બારીયા ઉં.વ.29, ધંધો ગેરેજકામનો, રહે.વેરાવળ, મોટા કોળીવાડા બારીયા શેરી જુના ગરબી ચોક પાસે, (ગેંગ લીડર) કુલ ગુના આચરેલ 15 (2) રાજન સવદાસભાઇ કરગઠીયા ઉ.વ.30, રહે.જુનાગઢ, મધુરમ બાયપાસ, આસોપાલવ સોસાયટી, સતનામ ગેરેજ ની સામે, વચ્છરાજ કૃપા મકાન, કુલ ગુના આચરેલ 08 (3) હાર્દીક ઉર્ફે કાનો રમેશભાઇ વૈયાટા ઉ.વ.24, રહે.સુપાસી, મેલન રોડ, ચારણઆઇ માતા ના મંદિર ની સામે, તા.વેરાવળ, ગીર સોમનાથ, કુલ આચરેલ ગુના- 03 (4) પિયુષ અરજણભાઇ બારીયા ઉ.વ.24, ધંધો.મજુરી, રહે.વેરાવળ, નાના કોળીવાડા, અગ્નિ ઓમ શેરી, વિનોદ ગેસની બાજુમાં, કુલ આચરેલ ગુના-02 અને પકડવાનો બાકી (5) રાજેશગીરી ઉમેશગીરી ગૌસ્વામી, ઉ.વ.30, મુળ રહે.સીગરીયા ગામ, તા.જી.પોરબંદર, હાલ રહે.જુનાગઢ બાયપાસ મધુરમ એ કૂલ 5 ગુન્હા આચરેલ છે. આ અંગેની વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક એ હાથ ધરી છે.
