જામનગરના રણજીત સાગર રોડ પર રાતે બેકાબુ બનેલી કાર પલટી મારી જઇ ઉંધા માથે થઈ

અકસ્માતમાં ચાલકનો આબાદ બચાવ: પોલીસ તંત્ર દોડતું થયું જામનગરના રણજીત સાગર રોડ પર ગ્રીનસીટી પાસે ગત રાત્રે એક કાર અકસ્માતની ઘટના સર્જાઈ હતી. બેકાબૂ બનેલી…

અકસ્માતમાં ચાલકનો આબાદ બચાવ: પોલીસ તંત્ર દોડતું થયું

જામનગરના રણજીત સાગર રોડ પર ગ્રીનસીટી પાસે ગત રાત્રે એક કાર અકસ્માતની ઘટના સર્જાઈ હતી. બેકાબૂ બનેલી કાર અચાનક પલટી મારી રોડ પર ઉંધી થઈ જતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે, સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. જ્યારે કારમાં ભારે નુકસાની થઈ છે.

મળતી માહિતી મુજબ જીજે-10-ઈ.એચ. 3217 નંબરની કારનો ચાલક ગત મોડી રાત્રે રણજીત સાગર રોડ પર ગ્રીન સિટી વિસ્તાર પાસે પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી બેઠો હતો. જેના કારણે કાર પલટી મારી રોડ પર ઉંધી થઈ ગઈ હતી.

અકસ્માત સર્જાતા થોડીવાર માટે માર્ગ પર ટ્રાફિક અવરોધાયો હતો અને લોકો એકત્ર થયા હતા. અકસ્માતમાં કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. જો કે, કાર ચાલકને માત્ર સામાન્ય ઇજા પહોંચી હોવાનું જાણવા મળે છે. કાર ઉંધી થઈ ગયા બાદ ચાલકે દરવાજો ખોલીને કોઈ રીતે બહાર નીકળી પોતાનો બચાવ કર્યો હતો.

ઘટનાની જાણ થતાં સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને અકસ્માતગ્રસ્ત કારને રસ્તા પરથી હટાવી ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત્ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા અકસ્માતના બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *