પાલીતાણામાં આવેલ સગાપરાની ધાર ખાતે મોરારીબાપુની કથામાં કંઠી અને માળા વેચવા આવેલા તળાજાના આધેડ રાત્રીના સમયે કથા સ્થળે સુઈ ગયા હતા તે દરમિયાન અજાણી કારના ચાલકે આધેડના ઉપર કાર ચડાવી દીધી હતી. આધેડને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ તળાજામાં આવેલ દિનદયાલનગરમાં રહેતા મોહનગીરી સાંતગીરી મેઘનાથ નામના 57 વર્ષના આધેડ ગત તા.21 ના રોજ રાત્રિના સાડા બારેક વાગ્યાના અરસામાં તળાજામાં આવેલ સગાપરાની ધાર ખાતે ચાલતી મોરારીબાપુની કથામાં ગયા હતા. જ્યાં કથા સ્થળે સુતા હતા.
ત્યારે રાત્રિના સાડા બારેક વાગ્યાના અરસામાં મોહનગીરી મેઘનાથ ઉપર અજાણ્યા શખ્સે કાર ચડાવી દીધી હતી મોહનગીરી મેઘનાથને કમર અને પગના ભાગે ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે પાલીતાણા અને ભાવનગર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.
પ્રાથમિક પૂછપરછમાં મોહનગીરી મેઘનાથી કંઠી અને માળા વેચવાનું કામ કરે છે તળાજામાં સગાપરાની ધાર ખાતે મોરારીબાપુની કથા સ્થળે મોહનગીરી મેઘનાથ કંઠી અને માળા વેચવા માટે ગયા હતા જ્યાં રાત્રિના સમયે સુઈ ગયા હતા તે દરમિયાન અજાણ્યા શખ્સે કાર માથે ચડાવી દેતા ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પાલીતાણા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
