ખંભાળિયા ચોકડી પાસે ચાલુ કારમાં આગ લાગતાં કાર અગનગોળો બની

જામનગર નજીક ખીજડીયા બાયપાસ ચોકડી પાસેથી પસાર થઈ રહેલી જી.જે. 1- એચ. કે. 7161 નંબરની કારમાં ગઈકાલે સાંજે અકસ્માતે શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી,…

જામનગર નજીક ખીજડીયા બાયપાસ ચોકડી પાસેથી પસાર થઈ રહેલી જી.જે. 1- એચ. કે. 7161 નંબરની કારમાં ગઈકાલે સાંજે અકસ્માતે શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી, અને થોડીવારમાં આગે મોટું સ્વરૂૂપ ધારણ કરી લેતાં કાર ભડકે બળી હતી. કારની અંદર તેના માલિક ભીમશીભાઈ ગોજીયા સહિત ચાર વ્યક્તિઓ બેઠેલી હતી, તેઓએ ચાલુ કારમાં શોર્ટ સર્કિટ થવાથી તુંરત જ કાર છોડીને બહાર નીકળી ગયા હતા, જેથી કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ કાર અગનગોળામાં ફેરવાઈ ગઈ હતી, જેના કારણે અનેક વાહન ચાલકો થંભી ગયા હતા, અને લોકોનું ટોળું એકત્ર થયું હતું. આગના આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીનો મારો ચલાવી આગ ને કાબુમાં લીધી હતી. જોકે તે પહેલા કારમાં ઘણું નુકસાન થઈ ચૂક્યું હતું. ઇલેક્ટ્રીક વાયરીંગમાં શોર્ટ સર્કિટ થયા બાદ આગ લાગી હોવાનું અનુમાન કરાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *