વિધાનસભામાં બોલાવેલ કલાકારોમાં ઠાકોર સમાજમાંથી કોઇને ન બોલાવતા નારાજ વિક્રમ ઠાકોરને બનાસની બેનનો ટેકો
ગુજરાત વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારને સ્થાન ન આપવાનો વિવાદ જાણે વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે,બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે અને ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા છે,ગેનીબેન ઠાકોરનું કહેવું છે કે,ઠાકોર સમાજની પ્રતિભાને અવગણવી એ ઇઉંઙની નીતિ છે.સાંસદ ગેનીબેન ઠાકોરે વધુમાં કહ્યું કે,ઠાકોર સમાજના એકપણ કલાકારને સ્થાન ન આપ્યું તે સરકારની પક્ષપાતપૂર્ણ નીતિનો જીવંત પુરાવો છે તો વિધાનસભાની મુલાકાતમાં વિક્રમ ઠાકોરને સ્થાન નહીં આપ્યું તેના કારણે વિક્રમ ઠાકોર નારાજ છે તેવી વાત સામે આવી છે.થોડા દિવસ પહેલા જ ગુજરાત સરકારે રાજ્યના ઘણા કલાકારોને વિધાનસભામાં બોલાવ્યા હતા અને ત્યાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
ત્યાર આ મુદ્દે હવે ગુજરાતી કલાકાર વિક્રમ ઠાકોરે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે.વિક્રમ ઠાકોરે સરકાર સામે રોષ વ્યક્ત કરતા કહ્યું કે ગુજરાતમાં કલાકારોના અલગ અલગ ગ્રુપ બની ગયા છે. વિધાનસભામાં ઠાકોર સમાજના બીજા કલાકારોને પણ બોલાવવામાં આવ્યા નથી. આ મુદ્દે ઠાકોર સમાજના નેતાઓએ પણ ધ્યાન આપવું જોઈએ. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ ગુજરાતી કલાકારોને રાજ્ય સરકારે વિધાનસભામાં બોલાવ્યા હતા. ગીતા રબારી, કિંજલ દવે, માયાભાઈ આહિર, કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી સહિતના ઘણા કલાકારોને બોલાવ્યા હતા.
વિક્રમ ઠાકોરની નારાજગી યોગ્ય પણ કલાકારની કોઈ જ્ઞાતિ નથી હોતી: કિર્તીદાન ગઢવી
ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહીને નિહાળવા ઠાકોર સમાજના કોઈ કલાકારોને ન બોલાવવામાં આવતા વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી. જ્યારે વિક્રમ ઠાકોરની નારાજગી પર રાજભા ગઢવી બાદ કીર્તિદાન ગઢવી પ્રતિક્રિયા આપી હતી. કીર્તિદાન ગઢવીએ જણાવ્યું કે, પવિક્રમ ઠાકોરની નારાજગી યોગ્ય છે. કલાકારોની કોઈ જ્ઞાતિ ધર્મ હોતો નથી, કલા એજ એમની જ્ઞાતિ અને ધર્મ છે. વિધાનસભામાં કોઈને કોઈ આમંત્રણ નહોતું. સહજ આમંત્રણ ના આધારે બધા કલાકારો વિધાનસભા પહોંચ્યા હતા.વિક્રમ ઠાકોરની નારજગી પર રાજભા ગઢવીએ પ્રતિક્રિયા આપી છે. રાજભાએ જણાવ્યું કે, કલાકારોનો કોઈ સમાજ હોતો નથી. તમામ કલાકારો એક જ હોય છે. આ બાબતે કોઈ વિવાદ ન થવો જોઈએ.