ઉનાના રાતડ ગામે ચાલતી લાઇમ સ્ટોનની ધમધમતી ખાણ ઝડપાઈ

જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગઈકાલે મોડી રાત્રે ઉનાના પ્રાંત અધિકારી ચિરાગ હિરવાણીયા અને સ્ટાફ દ્વારા ઉના તાલુકાના રાતડ ગામે સર્વે નં.…


જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગઈકાલે મોડી રાત્રે ઉનાના પ્રાંત અધિકારી ચિરાગ હિરવાણીયા અને સ્ટાફ દ્વારા ઉના તાલુકાના રાતડ ગામે સર્વે નં. 23 ની જમીનમાં ખાણ ખનીજ વિભાગની મંજૂરી વગર ચાલતી બિલ્ડિંગ લાઈન સ્ટોનની ખાણ પડકવામાં આવી હતી.


આ ખાણ સ્થળેથી અંદાજિત રૂૂ. 5 લાખની કિંમતના 2 પથ્થર કટર મશીન અને 1 જનરેટર સેટ સહિતનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. આ અંગે આગળની કાર્યવાહી ખાણ ખનીજ વિભાગ કરી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *